Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

મારા દાદી અને પિતાને હિંસામાં ગુમાવ્યા :હિંસા વિનાશ વર્તે છે માત્ર પ્રેમ જ ઉકેલ છે :રાહુલગાંધીનું વિદ્યાર્થીઓને સંબોધન

સંસદમાં પીએમને આપેલી જાદુની જપ્પી અંગેનું કારણ પણ રાહુલ ગાંધીએ જણાવ્યું

નવી દિલ્હી :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નવી દિલ્હીમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી જવાહરલાલ નહેરુ વિશ્વ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે હિંસાનો જવાબ પ્રેમથી આપી શકાય છે.

   રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે મારા દાદી અને પિતાને મેં હિંસાના કારણે ગુમાવ્યા છે અને તેથી જ હું શહીદોના સંતાનોની વેદના સમજી શકું છે. મેં બે પરિજનોને હિંસામાં ગુમાવ્યા છે, મને ખબર છે કે હિંસા વિનાશ વર્તે છે. માત્ર પ્રેમ જ હિંસાનો ઉકેલ છે.
     વડા પ્રધાન મોદીને આપેલી જાદુ કી જપ્પી વિશે રાહુલ ગાંધીએ કહ્યું, “ જ્યારે મેં વડા પ્રધાન મોદીને હગ કર્યુ ત્યારે તેઓ સંસદમાં ચોંકી ગયા હતા. તેમને સમજાયું નહોતું કે શું થઈ રહ્યું છે, મને એવું લાગે છે કે તેમના જીવનમાં પ્રેમનો અભાવ છે.” રાહુલે જણાવ્યું હતું કે જ્યારે કોઈ મારા પરિવાર વિરુદ્ધ અપશબ્દો બોલે છે તે ત્યારે હું તેમને પ્રેમ જ આપું છું.
    રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે દેશની મોટા ભાગની સંપિત મુઠ્ઠીભર લોકોના હાથમાં છે. તેમણે કહ્યું હતું કે મોદી સરકાર એ સ્વીકારવા તૈયાર નથી કે દેશમાં બેરોજગારી વ્યાપી ગઈ છે. એકપ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ એવું પણ જણાવ્યું હતું ક દેશનું શિક્ષણનું બજેટ વધારવાની જરૂર છે

(3:44 pm IST)