Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

પશ્ચિમી હિમાચલ અને ઉત્તર-પશ્ચિમી પ્રદેશમાં બે નવા વેર્સ્ટન ડિસ્ટર્બન્સ સક્રિયઃ મંગળ-બુધ વરસાદ- બરફવર્ષા

પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પહાડી વિસ્તારોમાં બરફવર્ષાની હવામાન ખાતાની આગાહી

નવી દિલ્હી તા.૨૩: જો તમે ગોદળા-ધાબળા મુકવાનું વિચારતા હો તો થોભી જાજો. હવામાન ખાતાની આગાહી મુજબ આવતા અઠવાડીયે તાપમાન નીચું જવાની શકયતા છે. અને નવા બે વેર્સ્ટન ડિસ્ટર્બન્સ સર્જાશે. જેમાં પશ્ચિમી હિમાલયનમાં કાલે જયારે ઉત્તર-પશ્ચિમ પ્રદેશોમાં સોમવારે પશ્ચિમી વિક્ષોભ ઉત્પન્ન થશે. જેથી જોરદાર વર્ષા ઉત્તરી પ્રદેશોમાં થશે ઉપરાંત પર્વતીય પ્રદેશોમાં તાજી બરફવર્ષા ર૬ અને ૨૭મીના રોજ થશે. વેર્સ્ટન ડિસ્ટર્બન્સના પસાર થયા બાદ તાપમાન ર થી ૩ ડિગ્રી નીચુ જશે. ત્યારબાદ ત્રીજુ પશ્ચિમી વિક્ષોભ ૧ માર્ચના રોજ સર્જાવાની શકયતા છે. હવામાન ખાતાના ડાયરેકટર જનરલ મોહપાત્રાના જણાવ્યા મુજબ તાપમાન વેર્સ્ટન ડિસ્ટર્બન્સના આવતા પહેલા વધે છે. કેમ કે પવનની દિશા દક્ષીણથી ઉત્તર (ગરથી ઠંડા પ્રદેશ) તરફ રહે છે.

આવતા અઠવાડીયા માટે વેર્સ્ટન ડિસ્ટર્બન્સની આ ૧૩ મી અને ૧૪મી આગાહી છ. જયારે આ મહિનાની સાતમી છે. લઘુતમ તાપમાન વેર્સ્ટન ડિસ્ટર્બન્સના કારણે વધશે. પહેલું વેર્સ્ટન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાં કાલથી અસર દેખાડશે. જેનાથી વાવાઝોડુ ઉભુ થશે અને વરસાદી માહોલ ઉતર-પશ્ચિમી વિસ્તારોમાં ૨૬ અને ૨૭ના રોજ સર્જાશે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ૨૬મીએ વરસાદની શકયતા છે તેમ હવામાન ખાતાએ બુલેટીનમાં જણાવેલ.આ દરમિયાન પવનની ગતિ ૫૦ કિમી પ્રતિ કલાકની રહેશે. વેર્સ્ટન ડિસ્ટર્બન્સ પસાર થતા ઉતર પશ્ચિમી વિસ્તારોમાં ટેમ્પરરી તાપમાનમાં ઘટાડો થશે. પણ તે પૂર્વ ભારતમાં ૨૬ અને ૨૭મીએ વરસાદ લાવશે. ઠંડા પવનો પશ્ચિમથી પૂર્વ તરફ ફુંકાશે. જે ગરમ અને ભેજવાળા બંગાળની ખાડીના પવન સાથે ભળી વરસાદ લાવશે તેમ મોહપાત્રાએ ઉમેરેલ.ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઉતર ઓડીશા, આસામ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણીપુર, મીઝોરમ અને ત્રીપુરામાં ૨૪ થી ૨૭ ફેબ્રુઆરી દરમિયાન વ્યાપક વરસાદ અને વિજળીના કડાક ભડાકા થશે.

(3:28 pm IST)