Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

બોગસ સર્ટીના આધારે નોકરી મેળવનાર સામે વિજીલન્સ તપાસ પુર્ણ થઇ છતા પગલા નથી લેવાયા

ફાયરમેનની ભરતીમાં ગોલમાલની તપાસમાં તંત્રની શંકાસ્પદ ઢીલઃ સરકારે કડક પગલા લેવા આદેશ કર્યો છતા આર.ટી.આઇ. એકટીવીસ્ટ ભાવેશ મેને ઉડાઉ જવાબો અપાયા

રાજકોટ, તા., ર૩: મ્યુ. કોર્પોરેશનમાં ફાયર બ્રિગેડ વિભાગમાં ફાયર મેનની ભરતીમાં ગોલમાલની તપાસમાં તંત્રની શંકાસ્પદ ઢીલાશ બાદ આ પ્રકરણમાં જવાબદાર અધિકારી સામે પગલા લેવામાં નહી આવતા આ પ્રકરણ બહાર લાવનાર આર.ટી.આઇ. એકટીવીસ્ટ ભાવેશ મે એ સરકારમાં ફરીયાદ કરવા છતા તેઓને ઉડાઉ જવાબો આપવામાં આવતા ભાવેશભાઇએ આ પ્રકરણમાં સરકારના આદેશ  મુજબ ગુન્હેગારોને સજા કરવા તેઓએ માંગ ઉઠાવી છે.

આ અંગે ભાવેશભાઇએ એક યાદીમાં જણાવ્યું છે કે રાજકોટ મ્યુ. કોર્પોરેશનનાં ફાયર બ્રિગેડ વિભાગમાં ખોટા સોગંદનામા, આવકના ખોટા દાખલા, બી.પી.એલ. કાર્ડ સહીતના બોગસ દસ્તાવેજોના આધારે લીડીંગ ફાયરમે ભરત ભિખુભાઇ મુલીયાણાએ નોકરી મેળવ્યાનાં આક્ષેપો સાથે ભાવેશભાઇએ યાદીમાં વધુમાં જણાવ્યું છે કે આ પ્રકરણમાં રાજય સરકાર કક્ષાએ ફરીયાદ થતા તેની વિજીલન્સ તપાસ પુર્ણ થઇ ગઇ છે અને સરકારે ર૦૧૬માં મ્યુ. કમિશ્રરને આદેશ કર્યો હતો. આ પ્રકરણમા઼ અગ્રતાના ધોરણે યોગ્ય કાર્યવાહી કરવી. પરંતુ હજુ સુધી કોઇ પગલા નથી લેવાયા આથી છેલ્લે ૧૮ જાન્યુઆરી ર૦૧૯ના ઇ-મેલથી રાજય સરકારનાં વિજીલન્સ વિભાગને ભાવેશભાઇએ આ પ્રકરણમાં ગુન્હેગારો સામે પગલા લેવામાં તંત્રની અસહ્ય ઢીલ થઇ રહી હોવાની ફરીયાદ કરી તાત્કાલીક કાર્યવાહીની માંગ ઉઠાવી છે. (૪.૧૦)

 

(3:26 pm IST)