Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

લડાકૂ વિમાન 'તેજસ' માં ઉડાન ભરતી ઓલમ્પિયન પી.વી. સિંધુ: દેશની પ્રથમ મહિલા સહ-પાયલટ બની

બેંગ્લુરુ :ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ એરો ઇન્ડિયા 2019નાં ચોથા દિવસે લડાકૂ વિમાન 'તેજસ'માં ઉડાન ભરવાની સાથે ઇતિહાસ રચી દીધો છે. તેજસમાં ઉડાન ભરતાની સાથે જ ઓલંપિયન સિંધુ ભારતની પહેલી મહિલા સહ-પાયલટ બની ગઇ છે

   આ વિમાન કોઇપણ મહિલાએ ઉડાવ્યું નથી. એરો ઇન્ડિયાનાં ચોથો દિવસ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. જેના કારણે પી. વી. સિંધુએ આ વિમાનમાં ઉડાન ભરી હતી.

(3:12 pm IST)