Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

અન્‍ડર ગ્રાઉન્‍ડ બન્‍કર,રોબોટિક મેડિકલના પ્રોજેક્‍ટ્‍સ

૨૫૦૦૦ વિદ્યાર્થીઓની પરાક્રમ રેલી યોજાશેઃ ડિફેન્‍સ કોન્‍ફરન્‍સ થશે : ભારતીય સેનામાંથી આઇ.એન.એસ.વાલસુરા કમાન્‍ડીંગ ઓફીસર સી.રઘુરામ, એર ઓફીસર કમાન્‍ડીંગ એરવાઇસ માર્શલ રેડ્ડી, એડીશનલ ડાયરેકટર જનરલ ગુજરાત એન.સી.સી.રોય જોસેફ, બી.એસ.એફ.નાં કમાન્‍ડર નવીન ચૌહાણ, ગુજરાતના ભુતપૂર્વ ડી.આઇ.જી.પ્રેમસિંહ ચૌહાણ, એન.સી.સી.સૌરાષ્‍ટ્ર હેડ બ્રિગેડિયર અજીતસિંહ સેખાવતની ખાસ ઉપસ્‍થિતિ વિદ્યાર્થીઓને ખાસ પ્રેરણારૂપ બનશે

રાજકોટ તા.૨૨: રાજકોટના જાણીતા જીનીયસ ગ્રુપ ઓફ ઇન્‍સ્‍ટટયુશન્‍સ દ્વારા રાજય ભરમાં જેની નોંધી લેવાય છે તેવા ‘‘યુથ ફીએસ્‍ટા'' પ્રદર્શન છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ વિષયો અને થીમ પર રજુ કરવામાં આવે છે. દર વર્ષ કોઇ અનોખી થીમ સાથે પ્રદર્શન અને વર્કિગ પ્રોજેકટ રજુ કરવાએ આ પ્રદર્શનની ખાસીયત છે. આ વર્ષની થીમ ‘‘નો યોર ડીફેન્‍સ ફોર્સ'' રાખવામાં આવી છે.

ગુજરાતમાં પ્રથમવાર આપણા દેશના હવાઇ સેના, દરીયાઇ સેના અને જમીનસેના કેવી રીતે કાર્ય કરે છે તે વિષય પર વિવિધ પ્રોજેકટ દ્વારા બાળકોને આપણા સૈન્‍ય પ્રત્‍યે આકર્ષીત કરવા માટે ‘‘ડીફેન્‍સ યુથ ફિએસ્‍ટા-૨૦૧૯'' પ્રદર્શન આયોજીત કરવામાં આવ્‍યુ છે. આ ઉપરાંત આ ચાર દિવસ દરમ્‍યાન વિવિધ વર્કશોપ, ટેનીંગ અને સ્‍પર્ધાઓના પણ આયોજન કરવામાં આવ્‍યા છે તેમજ વાઘા બોર્ડર પરેડ રેપ્‍લીકા, નાડા બેટ પ્રદર્શન, નેવી દ્વારા મશાલ માર્ચ, નેવી બેન્‍ડ ત્રણેય સૈન્‍ય પાંખો દ્વારા વિવિધ શસ્‍ત્રોના લાઇવ ડેમોસ્‍ટ્રેશન અને પ્રદર્શન, બી.એસ.એફ દ્વારા ભાંગડા ડાન્‍સ અને મોક ડ્રીલ જેવા આકર્ષણો પણ અહી લાવવામાં આવશે.

જીનીયસ ગ્રુપ ઓફ ઇન્‍સ્‍ટટયુશન્‍સની જીનિયસ ઇગ્‍લીશ મીડીયમ સ્‍કુલ, જય ઇન્‍ટરનેશનલ સ્‍કુલ, રાજકોટ ઇન્‍ટરનેશનલ સ્‍કુલ, ગાર્ડી વિદ્યાપીઠ તથા ગ્‍લોબલ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ આયુર્વેદમાં અભ્‍યાસ કરતા ૫૦૦૦ થી વધુ કે.જીથી પી.જી.સુધીના વિદ્યાર્થીઓ અને સંસ્‍થાના અધ્‍યાપકો દ્વારા આ એકઝીબીશન માટે છેલ્લા બે મહીનાથી તૈયારીઓ કરવામાં આવી રહેલી છે અને પ્રદર્શન ને લગતી કોઇને કોઇ પ્રવૃતિઓમાં વિદ્યાર્થીઓ પોતાનું યોગદાન આપી રહ્યા છે.

આ પ્રદર્શનના મુખ્‍ય આકર્ષણમં વાઘા બોર્ડર પરેડ માટે ખાસ બાળકોને તાલીમ અપાય છે, ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લી. દ્વારા નાડા બેટ દર્શન, ઇન્‍ડિયન નેવી દ્વારા મશાલમાર્ચ, નેવી બેન્‍ડ, અમર જવાન જયોતની પ્રતિકૃતિ, ડીફેન્‍સ શસ્‍ત્રો અને હથિયારોનું પ્રદર્શન, એકસપર્ટ સેશન, દેશભકિતના વિષય પર સાંસ્‍કૃતિક કાર્યક્રમો, એન.સી.સી. પરેડ વગેરે રહેશે. ઉપરાંત ડીફેન્‍સ સેકટરમાં કારકીર્દી બનાવવા ઇચ્‍છતા યુવાનો માટે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે. તેમજ રાજકોટ શહેરની સ્‍વર્નિભર શાળાઓના આશરે રપ૦૦૦ વિદ્યાર્થીઓ દ્વારા ‘‘પરાક્રમ રેલી''નું આયોજન કરવામાં આવ્‍યું છે. આ ઉપરાંત વિવિધ વિષયો પરકિવ્‍ઝ પ્રેઝન્‍ટેશન અને અલગ -અલગ વય જુથના વિદ્યાર્થીઓ માટે જુદી-જુદી હરીફાઇઓનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. ગુજરાત રાજ્‍યમાં ડીફેન્‍સ અને સુરક્ષાને લોકો સાથે જોડતું આ વિશાળ પ્‍લેટફોર્મ બની રહેશે. નેશનલ ડિફેન્‍સ કોન્‍ફરન્‍સ,સૈન્‍ય દ્વારા ટેસ્‍ટ ફાયરીંગનું નિદર્શન અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા ૫૦૦ જેટલા નાના મોટા પ્રોજેકટમાં તેઓનું જ્ઞાન અને રચનાત્‍મકતા પ્રદર્શિત થશે.

  આ ઉપરાંત દરરોજ ત્રણ વખત અલગ અલગ વિષયો અને યોગ્‍યતા મુજબ આર્મીની તાલીમ આપવામાં આવશે, જે યુવાનો માટે આકર્ષણ બની રહેશે.

આ પ્રદર્શનના મુખ્‍ય આકર્ષણ સમા પ્રોજેકટમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ અન્‍ડર ગ્રાઉન્‍ડ બન્‍કર, રોબોટીક મેડીકલ એડ, ઇમરજન્‍સી મોક ડ્રીલ, લેન્‍ડ માઇનીંગ એન્‍ટી બોમ્‍બ રોબોટ, સબમરીન એટેક, આર્મી ટ્રેનિંગ જેવા પ્રોજેકટ છે. તેમજ પેરેશૂટ વડે પ્‍લેનના લેન્‍ડીંગ, સ્‍ટીલ્‍થ અરક્રાફટ સરકયુલર રનવે, શીપ ટુ શોર કનેકટ, ઓઇલ કલેકટર, સબકરીન ઇન્‍ટીરીયર, ઓટોનોમસ એન્‍ડરવોટર વ્‍હિકલ, કોસ્‍ટલ સર્વલન્‍સ ડિફેન્‍સ વેસલ જેવા પ્રોજેકટ આકર્ષણનુંકેન્‍દ્ર બની રહેશે.

‘‘ ડીફેન્‍સ યુથ ફીએસ્‍ટા ૨૦૧૯ '' નો મુખય આશય આજની યુવા પેઢીમાં દેશ ભકિતનો ભાવ જગાડવા અને દેશની સેનામાં જોડાવા પ્રોત્‍સાહન આપવાનો છે. દેશમાં સામાજીક, આર્થીક અને સ્‍થિરતા માટે આપણી સંરક્ષણ સંસ્‍થાઓનો શું ફાળો છે અને તેમાં જોડાવામાં શું ફાયદો છે તે આજની યુવા પેઢીઓને સમજાવવું ખુબ જરૂરી છે. યુથ ફિએસ્‍ટા દરમ્‍યાન ફોરેન ડેલીગેશન અને મહેમાનો સાથે પ્રદર્શન કરતા અને પ્રસ્‍તુત કરતાઓ સાથે મીટીંગ પણ યોજવામાં આવશે. આ ઉપરાંત આર્મી, નેવી, એરફોર્સ, બી.એસ.એફ, ગુજરાત પોલીસ, ઇસરો અને એન.સી.સી. ના હેડ અને તેમની ટીમ દ્વારા અનેકવિધ મોડેલ અને હથિયારોનું પ્રદર્શન ‘‘ ડીફેન્‍સ યુથ ફીએસ્‍ટા ૨૦૧૯ '' નું મુખ્‍ય આકર્ષણ બની રહેશે.

(11:50 am IST)