Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

પંજાબ નેશનલ બેન્કના ૧૦,૦૦૦ ડેબીટ અને ક્રેડીટ કાર્ડધારકોના ડેટા લીક થયા

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્કના લગભગ ૧૦,૦૦૦ ડેબીટ અને ક્રેડીટ કાર્ડધારકોની સંવેદનશીલ માહિતી લીક થયાનો મામલો સામે આવ્યો છે, એશીયા ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે ગ્રાહકોની અત્યંત સંવેદનશીલ માહિતી છેલ્લા ૩ મહિનાથી એક વેબસાઈટ પર ખરીદી અને વેચવામાં આવતી હતીઃ ઈન્ફોર્મેશન સીકયુરીટી કલાઉડસેક દ્વારા બેન્કને આ માહિતી આપવામા આવી છે આ કંપની ડેટા વ્યવહારો પર નજર રાખે છે, જે માહિતી વેચવા માટે ઉપલબ્ધ હતી તેમા કાર્ડધારકનું નામ, કાર્ડની એકસ્પાયરી ડેટ, પર્સનલ આઈડી નંબર અને કાર્ડ વેરીફીકેશન વેલ્યુ સામેલ હતી

(9:56 am IST)