Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

ઉત્તર પ્રદેશમાં દર 24 કલાકે 880 યુવાનોની છીનવાઈ છે રોજગારી : રાહુલ ગાંધીના પ્રહાર

યુપીમાં છેલ્લા પાંચ વર્ષમાં 16 લાખ યુવાનો બેરોજગાર બન્યા

dir="ltr">નવી દિલ્હી ;  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ યુપી અને કેન્દ્રની ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં દર 24 કલાકે 880 યુવાનોની રોજગારી છીનવાઈ જાય છે. છેલ્લા પાંચ વર્ષમાં 16 લાખ યુવાનો બેરોજગાર બન્યા છે. સાથે જ કેન્દ્ર સરકાર શરૂઆતથી જ લોકોના અધિકારો છીનવી લેવાનો પ્રયાસ કરી રહી છે.
રાહુલ ગાંધીએ સરકાર પર યુવાનોને તક ન આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, વડાપ્રધાને દર વર્ષે બે કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું, પરંતુ તે થઈ શક્યું નથી, કેમ? કારણ કે ભારતની સંપત્તિ બે-ત્રણ મૂડીવાદીઓના હાથમાં જઈ રહી છે. તેમણે કહ્યું કે પારદર્શિતા લોકશાહીનું બીજું નામ છે. લોકોને પ્રશ્નો પૂછવાનો અને જવાબ મેળવવાનો અધિકાર છે.
(1:08 am IST)