Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

સીબીઆઈ, ઇડી અને ન્યાયતંત્રને સ્વતંત્ર રીતે કાર્યવાહી કરતા રોકવામાં આવે તો તે બાબત લોકશાહી ઉપર કુઠારાઘાત સમાન ગણાય : એનસીપી નેતા એકનાથ ખડસેએ ઇડી દ્વારા અપાયેલું સમન્સ રદ કરવા માટે કરેલી અરજી અંગે બોમ્બે હાઇકોર્ટની ટિપ્પણી

મુંબઈ :  રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના નેતા એકનાથ ખડસેને   ઇડી દ્વારા ઓક્ટોબર 2020 માં નોંધાયેલા એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફર્મેશન રિપોર્ટ (ઇસીઆઈઆર) અંતર્ગત સમન્સ પાઠવાયું હતું. જેને  રદ કરવા માટે તેમણે કરેલી અરજીની સુનાવણી દરમિયાન ન્યાયાધીશ શ્રી એસ.એસ. શિંદે તથા  શ્રી મનીષ પિતાલેએ  ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે સીબીઆઈ, ઇડી અને ન્યાયતંત્રને  સ્વતંત્ર રીતે કાર્યવાહી કરતા રોકવામાં આવે તો તે બાબત લોકશાહી ઉપર કુઠારાઘાત સમાન ગણાય  

જોકે એડિશનલ સોલિસિટર જનરલ અનિલસિંહે અદાલતને ખાતરી આપી હતી કે ઇડી 25 મી જાન્યુઆરી, સોમવાર સુધી કોઇ ખાસ કાર્યવાહી કરશે નહીં. આથી નામદાર કોર્ટે અરજીને સોમવાર સુધી સુનાવણી માટે મુલતવી રાખી હતી, સાથોસાથ ઇડીને પૂછ્યું હતું કે ખડસેને આપવામાં આવેલા રક્ષણને સોમવારથી આગળ કેમ ન વધારી શકાય ? અદાલતે  નોંધ્યું હતું  કે ખડસે ઇડીને  સહકાર આપી રહ્યાછે.

નામદાર કોર્ટએ જણાવ્યું હતું કે જે  વ્યક્તિ તપાસમાં સહકાર આપી રહી હોય તેને સમન્સ પાઠવવું વ્યાજબી નથી.

આગામી સુનાવણી માટે 25 જાન્યુઆરીની તારીખ નક્કી કરવામાં આવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:36 pm IST)
  • પંજાબના બે પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ : 50 હજાર મરઘીઓને મારી નાખવાનું અભિયાન આજ 22 જાન્યુઆરીથી શરૂ : પી.પી.ઈ.કીટ પહેરી જુદી જુદી ટીમો કામગીરી શરૂ કરી દેશે access_time 12:40 pm IST

  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ભાજપ એકશનમાં આવતીકાલથી ભાજપ ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરશે, નિરીક્ષકો દ્વારા દાવેદારોની પેનલ તૈયાર કરવામાં આવશે access_time 12:53 pm IST

  • નાંદોદ ના રીગણી પાસે હાઈવા ટ્રકે બાઈક સવાર GRD જવાનને અડફ્ટમાં લેતા ઘટના સ્થળે જ મોત access_time 12:58 am IST