Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

રવિવારે ઉત્તરાખંડની એક દિવસ માટે મુખ્યમંત્રીની ખુરશી સાંભળશે સૃષ્ટિ ગોસ્વામી

નામાંકિત વિભાગના અધિકારી બાળ વિધાનસભામાં પાંચ-પાંચ મિનિટ તેમની પ્રસ્તુતિ આપશે

દેહરાદૂન: 24 જાન્યુઆરીએ બાલિકા દિવસ પર સૃષ્ટિ ગોસ્વામી એક દિવસ માટે બાલ મુખ્યમંત્રીની ખુરશી સંભાળશે. આ દરમિયાન વિધાનસભાના રૂમ નંબર 120માં બાલ વિધાનસભાનું આયોજન કરવામાં આવશે. જેમાં એક ડઝન વિભાગ પોતાની પ્રસ્તુતિ આપશે, જેની સ્વીકૃતિ અને આદેશ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત તરફથી આપવામાં આવ્યા છે

24 જાન્યુઆરીના રોજ ‘બાલિકા દિવસ’એ સૃષ્ટિ ગોસ્વામી એક દિવસ માટે બાળ મુખ્યમંત્રીની ખુરશી સંભાળશે. આ દરમિયાન વિધાનસભાના રૂમ નંબર 120માં બાળ વિધાનસભાનું આયોજન કરવામાં આવશે. જેમાં એક ડઝન વિભાગ પ્રેઝન્ટેશન આપશે. તેની સ્વીકૃતિ અને નિર્દેશ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત તરફથી આપવા આપવામાં આવ્યા છે. ઉત્તરાખંડ બાળ સંરક્ષણ આયોગના અધ્યક્ષ ઊષા નેગીએ બુધવારે આ અંગેનો પત્ર મુખ્ય સચિવ ઓમપ્રકાશને મોકલ્યો છે. તેમણે જણાવ્યું કે 24 જાન્યુઆરીના રોજ છોકરીઓના સશક્તિકરણ માટે, આયોગે એક આશાસ્પદ વિદ્યાર્થીને મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપી છે. Srishti Goswami

મુખ્યમંત્રી તરીકે સૃષ્ટિ ગોસ્વામી ઉત્તરાખંડના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. તેના માટે નામાંકિત વિભાગના અધિકારી બાળ વિધાનસભામાં પાંચ-પાંચ મિનિટ તેમની પ્રસ્તુતિ આપશે. બાળ વિધાનસભા બપોરે 12 કલાકથી 3 કલાક સુધી આયોજિત થશે

 

હરિદ્વાર જિલ્લાના બહાદરાબાદના દૌલતપુર ગામની રહેવાસી સૃષ્ટિ ગોસ્વામી બીએસએમ પીજી કોલેજ, રૂડકીથી બીએસસી એગ્રીકલ્ચરનું અભ્યાસ કરી રહી છે. મે 2018માં બાળ વિધાનસભામાં બાળ ધારાશભ્યો તરફથી તેમની પસંદગી થઇ હતી. બાળ વિધાનસભામાં દર ત્રણ વર્ષે બાળ મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવે છે.

જાહેર બાંધકામ વિભાગ ડોબરા-ચાંઠી સહિત અન્ય પુલ સંબંધિત પ્રગતિ અહેવાલો રજૂ કરશે. પર્યટન વિકાસ પરિષદ હોમ સ્ટે યોજના વિશે માહિતી આપશે. ઉરેડા એનર્જી પાર્ક અને સોલર ડેવલપમેન્ટનાં કામો રજૂ કરશે. બાળ વિકાસ વિભાગ આંગણવાડી યોજનાના પોષણ અભિયાન વિશે જણાવશે. માધ્યમિક શિક્ષણ વિભાગ અટલ આદર્શ શાળાઓ વિશે માહિતી આપશે. આરોગ્ય મહાનિદેશાલય અટલ આયુષ્માન યોજના વિશે માહિતી આપશે. આ ઉપરાંત ઉનાળાની રાજધાની ગૈરસૈનમાં થયેલા વિકાસ કાર્યો, ગ્રામીણ વિકાસ, સ્માર્ટ સિટી, પર્યટન તથા ઉદ્યોગ અને પોલીસ-વહીવટ તરફથી ચલાવવામાં આવી રહેલા અભિયાનની માબિતી આપવામાં આવશે.

(12:00 am IST)
  • વિજય માલ્યા બન્યો મરણીયો : બ્રિટનમાં જ રહેવા પૈતરો : ગૃહમંત્રી પ્રીતિ પટેલ સમક્ષ અરજી કરી : હાલ તે જામીન ઉપર છુટેલો છે access_time 3:16 pm IST

  • કોરોના કેસોમાં, દેશમાં કેરળ અને મહારાષ્ટ્ર સતત ટોચ ઉપર : છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં ૭ હજાર આસપાસ અને મહારાષ્ટ્રમાં ૩૦૦૦ આસપાસ નવા કોરોના કેસ નોંધાયા : આસામમાં સૌથી ઓછા ૧૭, હિમાચલમાં ૪૧, ગોવામાં ૭૦, ઝારખંડ ૭૫, જમ્મુ અને કાશ્મીર ૮૮, ઉત્તરાખંડ ૧૧૦ કેસ નોંધાયા છે : ૪૫૧ નવા કેસ સાથે દેશભરમાં ગુજરાત છઠ્ઠા નંબરે access_time 11:33 am IST

  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ભાજપ એકશનમાં આવતીકાલથી ભાજપ ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરશે, નિરીક્ષકો દ્વારા દાવેદારોની પેનલ તૈયાર કરવામાં આવશે access_time 12:53 pm IST