Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ચીનના ડિપ્લોમાને લઇ ટ્રોલ થવા પર ભાજપાના બગ્ગાએ કહ્યું તાઇવાનથી છું

ભારતીય જનતા પાર્ટીના હરિનગર વિધાનસભા સીટથી ઉમેદવાર તજિંદરપાલસિંહ બગ્ગાએ વાતનું ખંડન કર્યુ કે ડિપ્લોમાં ચીનની નેશનલ ડીફેન્સ યુનિવર્સિટીથી કર્યુ અને કહ્યું કે એમણે એક મહિનાનો કોર્સ તાઇવાનથી કર્યો છે. જેમાં ૧૮ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. દિલ્લી ભાજપાના પ્રવકતાએ ચીનની એનડીયૂથી નેશનલ ડેવલપમેન્ટ કોર્સમાં ડીપ્લોમાં કરવા માટે ટ્રોલ કરવા પર સ્પષ્ટીકરણ કર્યુ છે.

એમના ચૂંટણીનામામાં ર૦૧૭ માં એનડીયુ રીપબ્લીક ઓફ ચાઇના તાઇવાનથી નેશનલ ડેવલપમેન્ટ કોર્સમા ડીપ્લોમાં કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે મને ખ્યાલ નથી કે મારા ડિપ્લોમાં પર સવાલ કરનાર લોકો સાક્ષર છે કે નહી મને તાઇવાન સરકારથી નામાંકન માટે આમંત્રણ મળ્યું હતુ. હુ કોર્સ પુરો કરવા ર૦૧૭ મા એક મહીનો ત્યાં રોકાયો હતો.

(11:23 pm IST)