Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

કાશ્મીર મુદ્દે ત્રીજા પક્ષની કોઈપણ ભૂમિકા નથી જ

વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા

નવી દિલ્હી, તા.૨૩ : ભારતે ગુરુવારે ફરી એકવાર સ્પષ્ટતા કરી હતી કે કાશ્મીર મુદ્દે કોઈ તૃતીય પક્ષની કોઈ ભૂમિકા નથી અને વાતચીત માટે યોગ્ય વાતાવરણ બનાવવાની પાકિસ્તાનની જવાબદારી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે, કાશ્મીર મુદ્દે અમારું વલણ સ્પષ્ટ અને સ્થિર છે. કાશ્મીર મુદ્દે કોઈ તૃતીય પક્ષની ભૂમિકા નથી. '' વિદેશ મંત્રાલયના પ્રવક્તાને ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદના સમાધાનમાં મદદ કરવા વિશે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે કાશ્મીર અંગે અમારું વલણ સ્પષ્ટ અને સ્થિર છે, કોઈ તૃતીય પક્ષની તેમાં ભૂમિકા નથી. અને જો કોઈ દ્વિપક્ષીય મુદ્દો આવે છે તો બંને દેશોએ દ્વિપક્ષીય રીતે સમાધાન કરવું જોઈએ જે સિમલા કરાર અને લાહોર ઘોષણા હેઠળ છે.

(7:48 pm IST)