Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

લંડનમાં આઇ.એમ.ઓ.ના વડા મથકે ગાંધીજીની પ્રતિમા મૂકાશે

મહામંત્રી કીટક લીમ સાથે મંત્રી મનસુખ માંડવિયાની ચર્ચાની ફળશ્રૃતી

સ્વિટઝર્લેન્ડના દાવોસ ખાતે ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશનના સેક્રેટરી જનરલ કીટક લીમ સાથે ભારતના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ચર્ચા કરેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ, તા., ર૩:  દાવોસ (સ્વિટ્ઝર્લેન્ડ) ખાતે ચાલી રહેલ ૫૦મી વાર્ષિક 'વર્લ્ડ ઈકોનોમીક ફોરમ'ની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ IMOના સેક્રેટરી જનરલ શ્રી કીટક લીમ સાથે મુલાકાત દરમિયાન પૂજય મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતીની ઉજવણીની માહિતી આપી હતી તથા IMO કે જે UNO ની મેરિટાઈમ સેકટરની સર્વોચ્ચ સંસ્થા છે, તેમાં ગાંધીજીની પ્રતિમા મુકવા રજૂઆત કરેલ હતી; જેને IMO નાં સેક્રેટરી જનરલ દ્વારા મંજુરી આપવામાં આવેલ છે. આ અનુસંધાને આગામી દિવસોમાં IMO નાં હેડકવાટર લંડન ખાતે પૂજય ગાંધીજીની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવશે.

IMO એ  સંયુકત રાષ્ટ્રની વિશેષ સંસ્થા તરીકે આંતરરાષ્ટ્રીય શિપિંગની સલામતી, સુરક્ષા અને પર્યાવરણીય સુરક્ષા માટે વૈશ્વિક માનક-નિર્ધારિત કરતી સંસ્થા છે. તેની મુખ્ય ભૂમિકા શિપિંગ ઉદ્યોગ માટે એક નિયમનકારી માળખું બનાવવાની છે જે ન્યાયી અને અસરકારક છે, વૈશ્વિકરૂપે અપનાવવામાં અને લાગુ કરવામાં આવે છે.

આ પ્રકારની ઘટના પ્રથમવાર બની રહી છે જેમાં સંયુકત રાષ્ટ્ર (UNO)ની કોઈપણ સંસ્થાના હેડકવાર્ટર પર ગાંધીજીની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવશે.

(3:56 pm IST)