Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

હવે ગૃહિણીઓની ચિંતા થશે દૂરઃ બજારમાં લોન્ચ થઈ ગયુ છે દહીં જમાવતું ફ્રીઝ

નવી દિલ્હી, તા.૨૩: ભારતમાં આમ તો દહીં જમાવવા માટે દ્યણા પારંપરિક રીતો છે. અને આજે પણ રસોડામાં મહિલાઓ એજ પ્રક્રિયાનો ઉપયોગ કરીને દહીં જમાવે છે. પરંતુ દહીં જમાવવાની આ પ્રક્રિયા લાંબો સમય લઈ લે છે. અને દ્યણીવાર નાની ભૂલને કારણે મામલો બગડી પણ જાય છે.પરંતુ હવે એવું નહી થાય, હવે દહીં જમાવવા માટે તમારે વધારે સમય નહી થાય. ભારતીય બજારમાં એક એવી પ્રોડકટ આવી ગઈ છે, જે દહીં જમાવવા માટે કામ કરશે.

જાણકારી મુજબ, સેમસંગે ભારતીય બજારમાં એક એવું પ્રોડકટ લોન્ચ કર્યુ છે, જેની જરૂર કદાચ દરેક ગૃહિણીને હોઈ શકે છે. કંપનીએ કર્ડ મેસ્ટ્રો નામથી એક નવું રેફ્રિજરેટર લોન્ચ કર્યુ છે. જેમાં દહીં જમાવવાની વ્યવસ્થા છે. આ ફ્રીઝની કિંમત ૩૦,૯૯૦ રૂપિયાથી શરૂ થઈને ૪૫,૯૯૦ રૂપિયા સુધી છે.

સેમસંગ ઈન્ડિયાનાં સીનીયર વાઈસ પ્રેસિડેન્ટે જણાવ્યુ હતુકે, પહેલીવાર દુનિયામાં આ પ્રકારનું રેફ્રિજરેટર તૈયાર કરવામાં આવ્યુ છે. જે ફૂડને પ્રોસેસ પણ કરશે. દહીંનો ઉપયોગ આખા દેશમાં કરવામાં આવે છે. એટલા માટે કંપનીએ શોધ કર્યા બાદ પોતાની મેક ફોર ઈન્ડિયા યોજના હેઠળ આ રેફ્રિજરેટર તૈયાર કર્યુ છે. તેના માટે દેશભરમાં મોટા પાયે અભ્યાસ તેમજ નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ સાથે વાતચીત કરવામાં આવી હતી.

મેસ્ટ્રો રેફ્રિજરેટરમાં દહીં જમાવવા માટે એક અલગ બોકસ બનાવવામાં આવ્યુ છે. દૂધને ગરમ કર્યા બાદ ઠંડુ કર્યા બાદ તેમાં થોડું દહીં નાંખવાનું હોય છે. અને બાદમા તેને બોકસમાં રાખી દેવાનું હોય છે. પાંચથી છ કલાકમાં દહીં જામી જશે. પાંચ કલાકમાં તમને સોફ્ટ દહીં મળશે જયારે છ કલાકમાં ફ્રીઝ હાર્ડ દહીં આપશે. તેની બીજી ખાસિયત એછેકે, ઉપયોગનાં આધારે તેમાં જગ્યા બનાવી શકાય છે. એટલેકે જો વધારે સામાન ફ્રીઝમાં રાખવાનો હોય તો ફ્રીઝરનાં ઉપયોગમાં બદલાવ કરી શકાય છે.

(3:55 pm IST)