Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

જયપુરના એક ગામમાં લોકો માણસ જેવી આંખવાળી બકરીની પૂજા કરે છે

જયપુર તા. ૨૩ : રાજસ્થાનના જયપુરની બહાર નિમોદિયા ગામમાં માણસ જેવી આંખો ધરાવતી બકરીને ભગવાનનો અવતાર માનીને લોકો એની પૂજા કરે છે. એક ઝૂંપડીમાં વિચિત્ર દેખાવ ધરાવતી બકરીનો વિડિયો એના માલિક મુકેશ પ્રજાપતિએ તાજેતરમાં સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. વેદોમાં બકરીઓનો મહિમા નોંધવામાં આવ્યો છે.

એ ઉપરાંત અન્ય સંદર્ભોમાં પણ બકરીઓને હિન્દુ ધર્મમાં ઘણું માન આપવામાં આવ્યું છે. એવા સંજોગોમાં નિમોદિયા ગામમાં માણસ જેવી આંખો ધરાવતી બકરીને પૂજવામાં આવે છે.

(3:24 pm IST)