Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

CAA --NRC મામલે નીતીશકુમારે પાર્ટીના મહાસચિવને રોકડું પરખાવ્યું :જે પાર્ટીમાં જવી હોય ત્યાં જવા સ્વતંત્ર છો

કેટલાક લોકોના નિવેદન પર ધ્યા ન આપો.: જાહેરમાં આ રીતે નિવેદનબાજી કરવી યોગ્ય નથી.

નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીને લઈને જેડીયુમાં શરૂ થયેલો વિવાદ સામે આવ્યો છે પાર્ટી મહાસચિવ પવનકુમાર વર્માએ ઉઠાવેલા સવાલ પર બિહારના સીએમ નીતિન કુમારે પ્રતિક્રિયા આપી છે. અને કહ્યુ છે કે, પવન કુમાર જે પાર્ટીમાં જવા ઈચ્છે ત્યાં જવા તો સ્વતંત્ર છે. પરંતુ જાહેરમાં આ રીતે નિવેદનબાજી કરવી યોગ્ય નથી.

નીતિન કુમારનું આ નિવેદન તે પાર્ટીના નેતાઓ માટે અલ્ટીમેટમ તરીકે જોવાય છે. જેઓ છેલ્લા કેટલાક સમયથી સીએએ અને એઆરસીને લઈને સવાલ ઉઠાવતા રહે છે. પવન કુમાર વર્માએ પત્ર લખીને દિલ્હીમાં ભાજપ સાથે જેડીયુના ગઠબંધન પર સવાલ ઉઠાવ્યા હતા.

   તેઓએ સીએએ પર દેશ વ્યાપી આંદોલનને લઈને જેડીયુએ વૈચારિક સ્પષ્ટતા કરવાની જરૂર હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો. જેના પર નીતિશ કુમારે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે કેટલાક લોકોના નિવેદન પર ધ્યા ન આપો. આપણે સ્પષ્ટ છીએ. હું કોઈના પણ નિવેદનથી આશ્રર્ય પામતો નથી.

(1:45 pm IST)