Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

" હિલેરી ક્લિન્ટન ઉપર 50 મિલિયન ડોલરનો બદનક્ષીનો દાવો " : હિન્દૂ કોંગ્રેસ વુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડએ પોતાને' રશિયન સંપત્તિ 'ગણાવવા બદલ થયેલી માનહાનીનું વળતર માગ્યું

ન્યુયોર્ક : અમેરિકાના એકમાત્ર હિન્દૂ કોંગ્રેસ વુમન તથા પ્રેસિડન્ટ પદના ઉમેદવાર સુશ્રી તુલસી ગબ્બાર્ડએ ડેમોક્રેટિક મહિલા અગ્રણી હિલેરી ક્લિન્ટન ઉપર 50 મિલિયન ડોલરનો બદનક્ષીનો દાવો કર્યો છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

હિલેરી ક્લિન્ટનએ સુશ્રી તુલસીને ' રશિયન એસેટ ' ગણાવ્યા હતા તેથી ખફા થયેલા સુશ્રી તુલસીએ તેમના ઉપર પોતાની માનહાનીના વળતર પેટે મેનહટન ફેડરલ કોર્ટમાં 50 મિલિયન ડોલરનો બદનક્ષીનો દાવો કર્યો છે.

(12:55 pm IST)