Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

યુ.એસ.માં કનેક્ટિકટની પેટા ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન રિપબ્લિકન ઉમેદવાર શ્રી હેરી અરોરાનો વિજય

કનેક્ટીકટ : તાજેતરમાં અમેરિકાના કનેક્ટિકટમાં યોજાઈ ગયેલ પેટા ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન રિપબ્લિકન ઉમેદવાર શ્રી હેરી અરોરાએ વિજય મેળવ્યો છે.તેમને 55 ટકા મતો મળ્યા હતા જયારે તેમના પ્રતિસ્પર્ધી ડેમોક્રેટ ઉમેદવારને 45 ટકા મતો મળ્યા હતા.

શ્રી હેરી ઇન્વેસ્ટમેન્ટ ફંડ ફાઉન્ડર છે.હાલમાં યોજાયેલી પેટા ચૂંટણીની મુદત નવેમ્બર માસમાં પુરી થશે ત્યારે મુખ્ય ચૂંટણીમાં પણ તેમણે ઉમેદવારી નોંધાવવાની ઘોષણાં  કરી હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:13 pm IST)