Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ચીનના ખતરનાક કોરોના વાયરસથી ભારતમાં સતર્કતા : 43 ફ્લાઇટના 9156 યાત્રીઓની તપાસ :એકપણ કેસ નહીં

ચીનના પ્રવાસે જનારા મુસાફરો માટે પણ એડવાઇઝરી જારી

નવી દિલ્હી : ચીનના ખતરનાક કોરોના વાયરસને પગલે સતર્કતા દાખવીને ભારત સરકારે દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ અને કોલકાતા સહિતના સાત એરપોર્ટ પર ૪૩ ફલાઇટના કુલ ૯૧૫૬ યાત્રીઓની તપાસ કરી હતી તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.

 આરોગ્ય સચિવ પ્રિતી સુદાને એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારતમાં અત્યાર સુાૃધીમાં આ વાયરસનો એક પણ કેસ નોંાૃધવામાં આવ્યો નાૃથી. સુદાને પત્રકારોને જણાવ્યું હતું કે ૨૧ જાન્યુઆરી સુાૃધીમાં કુલ ૪૩ ફલાઇટના ૯૧૫૬ યાત્રીઓની એરપોર્ટ પર તપાસ કરવામાં આવી હતી.

 સુદાને વધુમાં જણાવ્યું હતું કે ચીન સિૃથત ભારતીય દુતાવાસ ત્યાં કોરોના વાયરસની સિૃથતિ અંગે ભારત સરકારને સતત માહિતી આપી રહ્યું છે.

 તેમણે વધુમાં જણાવ્યું છે કે ચીનના પ્રવાસેાૃથી પરત આવેલા કોઇ પણ વ્યકિતને તાવ, કફ, શ્વાસ લેવામાં તકલીફ, શરદી જેવા લક્ષણો દેખાય તો તેણે નજીક સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઇ તપાસ કરાવવી જોઇએ. ચીનમાં વસતા ભારતીયો માટે પણ કેટલાક દિશા નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ટૂંક સમયમાં ચીનના પ્રવાસે જનારા મુસાફરો માટે પણ એડવાઇઝરી જારી કરવામાં આવી છે.

(11:25 am IST)