Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

આલેલે... કેનેડા જેવો અમીર દેશ પણ ભૂખમરાનો શિકારઃ સમય પૂર્વે પીડિતો બને છે મોતનો શિકાર

૪૦ લાખથી વધુ લોકો ભોજન માટે કરે છે સંઘર્ષઃ કેન્સરને બાદ કરતાં મોટાભાગના મોતનું કારણ ભૂખ સાથે જોડાયેલું

ટોરેન્ટો તા.૨૩: સામાન્ય રીતે ભૂખમરા અંગેના સર્વે ભારત અને આફ્રિકા જેવા દેશોમાં થતા હોય છે. પણ હાલમાં એક સર્વે કેનેડામાં પાંચ લાખથી વધુ લોકો પર થયો હતો જેમાં જાણવા મળ્યું કે કેન્સર પછી દેશમાં સૌથી વધારે મોત થવાનું કારણ ભૂખ સાથે જોડાયેલું છે. સર્વે અનુસાર, અમીર દેશોમાં જે લોકોને નિયમીત ભોજન નથી મળી શકતું, તેના જલ્દી મરવાની શકયતા વધારે હોય છે.

કેનેડા મેડીકલ એસોસીએશનની પત્રિકામાં છપાયેલ આ અભ્યાસ જણાવે છે કે અમીર દેશોમાં પણ લોકો ભૂખમરાને કારણે જીવ ગુમાવે છે. અભ્યાસ અનુસાર, ચેપી રોગ, અજાણતા લાગતી ચોટ અને આપઘાત કરતા પુરતુ ભોજન ન મળવાના કારણે કેનેડામાં મોતની શકયતા ડબલ થઇ જાય છે. અભ્યાસના મુખ્ય લેખક અને યુનિવર્સિટી ઓફ ટોરન્ટોના ફેઇ મેન કરે છે આવી પરિસ્થિતી સામાન્ય રીતે ત્રીજા વિશ્વના દેશોમાં જોવા મળે છે.

ફેઇમેને જણાવ્યું કે કેનેડામાં ભોજન બાબતે અસુરક્ષિત લોકો ચેપ અને નશીલી દવાઓની સમસ્યાઓનો સામનો વિકાસશીલ દેશોના લોકોની જેમ જ કરે છે. સરકારી આંકડાઓ અનુસાર કેનેડા જેવા અમીર દેશમાં ૪૦ લાખથી વધારે લોકો પુરતા ભોજન માટે સંઘર્ષ કરે છે. આમાં એક વખતનું ભોજન છોડવું, ભોજનની માત્રા અથવા ગુણવતા સાથે સમજુતી કરવી પણ સામેલ છે.

કેનેડા જેવા અમીર દેશમાં ભૂખ અને તેનાથી પ્રભાવિત પર રિસર્ચ કરનારા પણ આશ્ચર્યમાં છે.રિસર્ચમાં જાણવા મળ્યું કે પાંચ લાખ વયસ્કોમાંથી ૨૫૦૦૦ થી વધારે લોકોના મોત સરેરાશ ૮૨ વર્ષની ઉમર પહેલા જ થઇ જાય છે. દુનિયાભરમાં ૮૦ કરોડ લોકો સતત ભૂખ સાથે લડી રહ્યા છે જયારે બે કરોડ લોકો જરૂરિયાત કરતા વધારે ખાઇ રહ્યા છે તેવું પણ આ રિસર્ચમાં કહેવાયું છે.

(10:51 am IST)