Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

યોગી આદિત્યનાથની ચેતવણી

'આઝાદીના સૂત્રોચ્ચાર કરનાર પર દેશદ્રોહનો કેસ થશે'

લખનૌ, તા.૨૩: ઉત્ત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે આઝાદીના સૂત્રોચ્ચાર કરનરાાઓ પર દેશદ્રોહનો ગુનો નોંધી કામ ચલાવવાની ચીમકી ઉચ્ચારી છે.

કાનપુરમાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં એક રેલી દરમિયાન તેમણે કહ્યું: 'ધરણાં-પ્રદર્શનના નામે કાશ્મીરમાં જેવા આઝાદીના નારા લાગતા હતા, જો એ પ્રકારના નારા લગાવવાનું કામ કરશો, તો આ કૃત્ય દેશદ્રોહની શ્રેણીમાં ગણવામાં આવશે અને સરકાર આવા ગુનેગારો પર કડક કાર્યવાહી કરશે.'

સાથે જ તેમણે વિપક્ષ પર 'દેશની કિંમતે રાજકારણ કરવાનો' અને વિરોધ માટે મહિલાઓને ધરણાં પર બેસાડવાનો આરોપ લગાવ્યો છે.

તેમણે આરોપ લગાવ્યો કે એવી મહિલાઓને આગળ કરીને વિરોધ થઈ રહ્યો છે, જેમને નાગરિકતા કાયદા વિશે કશી ખબર જ નથી.

નોંધનીય છે કે દેશમાં ઠેરઠેર નાગરિકતા સંશોધન કાયદા (CAA)નો વિરોધ થઈ રહ્યો છે.(૨૩.૭)

 

(10:16 am IST)