Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

જમ્મુ-કાશ્મીર માટે મોદી સરકારે ખોલ્યો ખજાનો : 80 હજાર કરોડના પેકેજની જાહેરાત

કાશ્મીરના વિકાસના દ્વાર ખુલશે : કેબિનેટ બેઠકમાં પીએમ મોદીએ કાશ્મીર વિશે ફીડબેક લીધો

 

નવી દિલ્હીઃ મોદી સરકારે જમ્મૂ અને કાશ્મીર માટે 80 હજાર કરોડના પેકેજની જાહેરાત કરી છે. સરકારે  કાશ્મીરમાં વિકાસથી સંબંધિત કાર્ય માટે પેકેજને મંજૂરી આપી છે. તેની જાણકારી માનવ સંશાધન વિકાસ મંત્રાલયે આપી છે.

કેન્દ્ર સરકારના ઘણા મંત્રી જમ્મૂ-કાશ્મીરના પ્રવાસ પર છે. ત્યાંની વિકાસ પરિયોજનાઓની જાણકારી માટે કેન્દ્રીય મંત્રીઓ જમ્મૂ-કાશ્મીરનો સતત પ્રવાસ કરી રહ્યાં છે. હાલમાં પીયૂષ ગોયલ અને સ્મૃતિ ઇરાની સહિત ઘણા મંત્રીઓએ ત્યાંનો પ્રવાસ કર્યો અને વિકાસ વિશે જાણકારી મેળવી હતી. બીજીતરફ દિલ્હીમાં નડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ કેબિનેટની બેઠકમાં આ મંત્રીઓ પાસેથી કાશ્મીર વિશે ફીડબેક લીધો હતો.

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી. કિશન રેડ્ડી પણ જમ્મૂ-કાશ્મીરના ત્રણ દિવસીય પ્રવાસ પર પહોંચ્યા છે જ્યાં તેઓ ઘણી વિકાસ યોજનાઓની શરૂઆત કરશે. પદભાર ગ્રહણ કર્યા બાદ રેડ્ડી બુધવારે સવારે પ્રથમવાર કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રવાસ માટે શ્રીનગર રવાના થયા હતા.

 આ દરમિયાન રેડ્ડી શ્રીનગર અને કાશ્મીર ઘાટના ગ્રામીણ વિસ્તારનો પણ પ્રવાસ કરશે. આ દરમિયાન તેઓ પ્રદેશમાં અલગ-અલગ વિકાસ કાર્યોની સમીક્ષા કરશે અને કેન્દ્ર સરકાર તરફથી ચલાવવામાં આવેલી યોજનાઓની સમીક્ષા કરશે

 

(8:39 am IST)