Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

ભારતીય રેલવેમાં 2.50 કર્મચારીઓની ભરતી માટેનો તખ્તો તૈયાર : આર્થિક નબળા વર્ગ માટે 10 ટકા અનામત લાગુ : લોકસભાની ચૂંટણી પહેલા રેલમંત્રી પિયુષ ગોયલનો માસ્ટર સ્ટ્રોક : આગામી સમયમાં કુલ 4 લાખ કર્મચારીઓની ભરતીનું આયોજન

ન્યુદિલ્હી : લોકસભાની ચૂંટણી આડે ગણત્રીના દિવસો બાકી રહ્યા છે તે દરમિયાન રેલ મિનિસ્ટર પિયુષ ગોયલએ ખુબ મોટી અને મહત્વની મન લુભાવન ઘોષણા કરી છે.જે મુજબ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા 2.50 લાખ કર્મચારીઓની ભરતી માટેનો તખ્તો તૈયાર થઇ ચુક્યો છે.જેમાં તાજેતરમાં અમલી બનાવાયેલ આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટેની 10 ટકા અનામત યોજના પણ લાગુ પડાશે

તેમણે સમાચાર સૂત્રોને જણાવ્યા  મુજબ 1.50 લાખ કર્મચારીઓની પણ ભરતી માટેની પ્રક્રિયા ચાલુ છે તેની સાથે કુલ 4 લાખ લોકોને રોજગારી અપાશે

(7:45 pm IST)