Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

મહારાષ્ટ્ર એટીએસનો સપાટો ISIS સાથે સાઠગાંઠ ધરાવતા નવ લોકોની ધરપકડ :કેમિકલ વિસ્ફોટકો સાથે તીક્ષણ હથિયારો કબ્જે

મુંબઈ :મહારાષ્ટ્ર એટીએસની ટીમોને મોટી સફળતા મળી છે આતંકી સંગઠન ISIS સાથે સાંઠગાંઠ ધરાવતા શંકાસ્પદ નવ લોકોની ધરપકડ કરાઈ છે મહારાષ્ટ્રના તરફથી વિવિધ જગ્યાએ દરોડાંની કાર્યવાહી દરમિયાન એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની ટીમને કેમિકલ, વિસ્ફોટકો, મોબાઇલ ફોન, હાર્ડ ડ્રાઇવ, સિમ કાર્ડ્સ, એસિડ બોટલ, તિક્ષ્ણ હથિયારો મળી આવ્યાં હતા.

જોકે, એટીએસ તરફથી ધરપકડ કરવામાં આવેલા લોકોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. પરંતુ તેમની ઉંમર અને ક્યાંથી ધરપકડ કરવામાં આવી છે તેની વિગતો જાહેર કરવામાં આવી છે.

   ધરપકડ કરવામાં આવેલા બે લોકોની ઉંમર 20-25 વર્ષ વચ્ચે છે, આ બંનેની ઔરંગાબાદની કૈસર કોલોનીમાંથી ધરપકડ કરવામાં આવી છે. 35 વર્ષીય વ્યક્તિની ઔરંગાબાદની દમાની મહલમાંથી ધરપકડ કરવામાં આવી છે

  . આ ઉપરાંત ઔરંગાબાદની રાહત લોકોનીમાંથી 25 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પાંચમાં વ્યક્તિની મુમ્બ્રાના અમૃતનગરમાંથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય ચાર (ઉંમર- 20થી30 વર્ષ) લોકોની મુમ્બ્રામાંથી ધરપકડ કરવામાં આવી છે. થાણેમાંથી એક કિશોરની ધરપકડ કરવામાં આવી છે.

(1:19 pm IST)