Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

પૂર્વ અફઘાનિસ્તાનમાં સૈન્ય છાવણીમાં તાલીબાની હુમલો :65 લોકોના મોત

પૂર્વ અફઘાનિસ્તાનમાં એક સૈન્ય છાવણી પર તાલિબાની હુમલો થયો છે. જેમાં 65 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 70થી વધુ લોકો ઘાયલ થયા છે તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.  તાલિબાન દ્વારા કરવામાં આવેલા હુમલામાં મૃત્યુ પામનારાઓ મોટા ભાગના સેનાના કર્મચારીઓ છે. ઘાયલો પણ સૈનિકો છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ભરતી કરી દેવાયા છે. જેમની સ્થિતિ હજુ અત્યંત નાજુક છે.   

તાલિબાનના અધિકારીના મતે તાબિલાની આતંકીઓએ રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશાલયના પ્રશિક્ષણ કેન્દ્રમાં પહેલા વિસ્ફોટ કર્યો હતો. જે બાદ પરિસરમાં ઘુસીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જેમાં ઘણા સુરક્ષાકર્મીઓ માર્યા ગયા. જોકે સુરક્ષાકર્મીઓએ હુમલાખોરોને ઢાળી દીધા છે. આ હુમલાને લઈને રાષ્ટ્રપતિ અસરફગનીના ઓફિસ તરફથી પણ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.

(8:30 am IST)