Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

પદ્માવત ફિલ્મના વિરોધ પ્રદર્શનને કારણે એસટી વિભાગને બે દિવસમાં બે કરોડનું નુકશાન

રાજ્યમાં પાંચ એસટીબસને સળગાવાઈ :14 બસોના કાચ તૂટ્યા: :મહેસાણા, પાટણ ,બનાસકાંઠા,ખેડા સહિતના જિલ્લાઓમાં 36 કલાક મોટાભાગના એસટી રૂટ બંધ:એડવાન્સ બુકીંગવાળાને વળતર પણ ચૂકવવું પડ્યું

 

અમદાવાદ ;રાજ્યભરમાં પદ્માવત ફિલ્મને લઈને ચાલતા વિરોધ પ્રદર્શનને કારણે રાજ્યના એસટી વિભાગને નુકશાન વેઠવું પડ્યું છે પદ્માવત ફિલ્મના વિરોધ પ્રદર્શનના કારણે એસટી વિભાગને દિવસમાં કરોડ રૂપિયાનુ નુકશાન થયુ છે.

  એસટી વિભાગ દ્વારા જાહેર કરાયેલ વિગત મુજબ વિરોધ પ્રદર્શન દરમિયાન કુલ એસટી બસ સળગાવાઈ હતી જયારે ૧૪ એસટી બસોના કાચ તુટ્યા છે જેના કારણએ મુસાફરો અને ડ્રાઈવર કંડક્ટરોને મુશ્કેલીમાં મુકાવુ પડ્યુ છે.

     વિરોધ પ્રદર્શનના કારણે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ખેડા સહિતના જિલ્લાઓમાં ૩૬ કલાક સુધી મોટાભાગના એસટી બસ રુટ બંધ રહ્યા હતા. જેના કારણે એસટી વિભાગને આર્થિક ફટકો પડ્યો છે.એસટી રુટ બંધ રહેવાના કારણે એડવાન્સ બુકિંગ કરાવનાર મુસાફરોને વળતર પણ ચુકવવુ પડ્યુ છે.

(8:56 am IST)