Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

જનધન યોજનામાં વધુ ધન આપવા સરકારની તૈયારી

ઓગસ્ટ મહિનામાં જનધન યોજના સ્કીમ પૂર્ણ : સ્કીમને લંબાવવાની તૈયારી : ઓવરડ્રાફ્ટ રકમ વધારીને બે ગણી કરવાની તૈયારી : બજેટમાં જાહેરાત થઇ શકે છે

નવીદિલ્હી, તા. ૨૩ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર પ્રધાનમંત્રી જનધન યોજનાને વધુ વિસ્તૃત બનાવવાની યોજના ધરાવે છે. આના ભાગરુપે આ સ્કીમ હેઠળ ઓવરડ્રાફ્ટ રકમને બે ગણી કરવાની ઇચ્છા ધરાવે છે. ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવાની દિશામાં પહેલ થઇ શકે છે. જાણકાર લોકોનું કહેવું છે કે, બજેટમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી શકે છે. નાણામંત્રી અરુણ જેટલી પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરનાર બજેટમાં આ અંગેની જાહેરાત કરી શકે છે. સરકાર આ સ્કીમને વધુ મજબૂતરીતે આગળ વધારવા ઇચ્છુક છે. આ સ્કીમમાં હાલ ૫૦૦૦ રૂપિયાના ઓવરડ્રાફ્ટ આપવામાં આવી રહ્યા છે. જનધન યોજના સ્કીમ ઓગસ્ટ મહિનામાં પુરી થઇ હતી. ૭૩૨૫૮ કરોડના ડિપોઝિટ સાથે ૩૧૦ મિલિયન લોકોને લાભ મળ્યા છે. સરકાર પ્રધાનમત્રી જનધન યોજના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધવા ઇચ્છુક છે.

(7:48 pm IST)