Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ભારતીય રંગમાં રંગાયેલું દેખાયું સ્વિસનું દાવોસ શહેર

ઠેર-ઠેર ભારતીય નજારો : દરેક સ્થળે લાગ્યા કંપનીની જાહેરાતોના પોસ્ટર્સ

દાવોસ તા.૨૩ : બરફનાં પહાડોથી ઘેરાયેલું સ્વિસ શહેર દાવોસ અત્યારે સંપૂર્ણ રીતે ભારતીય રંગમાં રંગાઈ ગયું છે. શહેરમાં બધી જ બાજુએ બારતીય નજારો જોવા મળી રહ્યો છે. દાવોસ શહેરમાં એક અઠવાડિયા સુધી દુનિયાનાં મોટા-મોટા નેતાઓ, દુનિયાભરનાં ધનિકો, અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગપતીઓ વગેરે વિશ્વ આર્થિક મંચની બેઠકમાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એક મોટા પ્રતિનિધિમંડળ સાથે આ બેઠકમાં ભાગ લેવા માટે પહોંચી ગયા છે. દાવોસની ઉંચી-ઉંચી બિલ્ડિંગો પર અને બસો પર ભારતીય કંપનીઓની જાહેરાતો જોવા મળે છે. દાવોસમાં હાલમાં દરેક જગ્યાઓ પર ભારતીય કંપનીઓની જાહેરાતોનાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યાં છે. ભારત સરકારે અહીં પોતાનું લાઙ્ખન્જ સ્થાપ્યું છે. સાથે જ, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર સરકારે પણ પોતાના સેન્ટર્સ ખોલી રહ્યાં છે.

પાંચ દિવસ સુધી ચાલનારી આ વિશ્વ આર્થિક મંચની બેઠક આ વર્ષે બહું મોટી છે, પરંતુ બરફ વર્ષાનાં કારણે સોમવારે દ્યણા બધા રસ્તાઓ બંધ રહ્યાં હતાં જેના કારણે બાકીનાં રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. દાવોસમાં ચા અને ભજીયા ખૂબ જ મોટા પ્રમાણમાં વેંચાઈ રહ્યાં છે, તો બીજી તરફ વડાપાઁવ અને ડોસા પણ લોકોને ખૂબ પસંદ પડી રહ્યાં છે.

(4:14 pm IST)