Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

લવજેહાદકેસ

હાદિયાએ મરજીથી લગ્ન કર્યાઃ NIAને તપાસનો હક નથીઃસુપ્રિમ

યુવકના ક્રિમિનલ બેકગ્રાઉન્ડની વાત છે તો તપાસ થશેઃ લગ્ન અંગે નહિ

કેરળ તા. ૨૩ : કેરળ લવ જેહાદ કેસમાં સુપ્રીમ કોર્ટ એ કહ્યું કે હાદિયા પોતાની મરજીથી લગ્નની વાત કહી રહી છે. એવામાં કોર્ટ આ લગ્નને ગેરકાયદે કેવી રીતે ગણાવી શકે છે? કોર્ટ એ કહ્યું કે જો હાદિયાને કોઇ સમસ્યા નથી તો પછી આ મુદ્દો જ ખત્મ છે. જયાં સુધી છોકરાના ક્રિમિનલ બેકગ્રાઉન્ડની વાત છે તો તેની તપાસ થઇ શકે છે પરંતુ લગ્નની તપાસનો કોઇ હક નથી.

સુપ્રીમ કોર્ટ એ કહ્યું કે આ લગ્નના વિવાદથી અલગ છે. હાદિયા પુખ્ત છે. તેના પર ન તો પક્ષકારોને પ્રશ્ન ઉઠાવાનો હક છે ના તો કોઇ કોર્ટ કે તપાસ એજન્સીને. આમ આ લગ્નની તપાસ એનઆઇએ કરી શકશે નહીં. આ મુદ્દાની સુનવણી ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના નેતૃત્વવાળી ત્રણ સભ્યોની બેન્ચ કરી રહ્યું છે. તેના પર હવે આગળની સુનવણી ૨૨મી ફેબ્રુઆરીના રોજ થશે.

હાદિયાના પિતા અશોકનના વકીલ એ.રઘુનાથ એ કહ્યું કે અમે આશા વ્યકત કરીએ છીએ કે એનઆઇએ પોતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરશે. કોર્ટ હાદિયાનો અભ્યાસ ચાલુ રાખવાની અનુમતિ આપશે. અમે ખુશ છીએ કે હાદિયા સુરક્ષિત છે. ત્યાં એનઆઇએ આ કેસમાં ચોથી સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા જઇ રહ્યા છે. આરોપ છે કે હાદિયાનો પતિ શફીં જહાં ISISના સંપર્કમાં હતા.

NIA એ સુપ્રીમ કોર્ટને કહ્યું કે ISISના બે શંકાસ્પદોએ તપાસ એજન્સીની સામે માન્યું કે શફીં જહાં તેમના સંપર્કમાં રહ્યો છે. સૂત્રોએ કહ્યું કે મનસીદ અહમદ (કન્નૂર) અને સફવાન ઉર્ફ રય્યાન (તિરૂર)થી વિય્યુર સેન્ટ્રલ જેલમાં કેટલાંય કલાકો સુધી પૂછપરછ કરાઇ હતી. તપાસ એજન્સીના ઇનપુટ્સ હતા કે શફીં જયાં કટ્ટરપંથી વોટ્સએપ ગ્રૂપનો સભ્ય રહ્યો છે.

મનસીદ અને સફવાન બંને ઉમર-અલ-હિંદી કેસમાં આરોપી છે. બંને ફેસબુક ગ્રૂપ દ્વારા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)ની રાજકીય શાખા SDPIની ગતિવિધિઓ સાથે જોડાયેલો હતો. આ કેસ ISISથી પ્રભાવિત જૂથોના ષડયંત્ર સાથે જોડાયેલ છે. તેમાં દક્ષિણ ભારતમાં જજો, પોલીસ અધિકારીઓ અને રાજનેતાઓને નિશાન બનાવાના હતા.

(3:58 pm IST)