Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

એસ્સાર ફાઉન્ડેશનનાં પ્રેસિડન્ટ - એચઆર અને ચીફ એકિઝકયુટીવ ઓફિસર તરીકે કૌસ્તુભ સોનાલ્કરની નિમણૂક

મુંબઇ તા. ૨૩ : એસ્સાર ગ્રૂપે એસ્સાર ફાઉન્ડેશનનાં એચઆર પ્રેસિડન્ટ અને ચીફ એકિઝકયુટિવ ઓફિસર તરીકે કૌસ્તુભ સોનાલ્કરની નિમણૂક કરી હોવાની જાહેરાત કરી છે.

કૌસ્તુભ મુંબઈ યુનિવર્સિટીમાંથી વિજ્ઞાન શાખાનાં સ્નાતક (બી.એસસી) છે અને ત્યારબાદ પૂણે યુનિવર્સિટીમાંથી પર્સનલ મેનેજમેન્ટ (એચઆર એન્ડ બિહેવિયરલ સાયન્સિસ)માં માસ્ટર ડિગ્રી મેળવી છે. તેમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિકસમાંથી એમએસસીની ડિગ્રી પણ મેળવી છે. ઉપરાંત તેઓ સીપીઆઇડી (બ્રિટન) ચાર્ટર્ડ ફેલો અને સીપીએચઆરનાં ચાર્ટર્ડ ફેલો (ઓસ્ટ્રેલિયા) છે.

૨૦ વર્ષથી વધારે અનુભવ ધરાવતાં કૌસ્તુભ વિવિધ ક્ષેત્રો અને વિસ્તારોમાં પ્રસિદ્ઘ કંપનીઓમાં કામ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ બીજી વખત એસ્સારમાં જોડાયાં છે અને અગાઉ ઘણાં વર્ષ એસ્સાર એનર્જી સાથે સંકળાયેલા હતાં. હાલ એસ્સારમાં જોડાયા અગાઉ તેઓ ફયુચર ગ્રૂપમાં ગ્રૂપ ચીફ પીપલ ઓફિસર તરીકે સંકળાયેલા હતાં. તેઓ પીડબલ્યુસીમાં સીનિયર પાર્ટનર/એકિઝકયુટિવ ડિરેકટર તરીકે કાર્યરત હતાં.

એસ્સાર વ્યૂહાત્મક વળાંક પર છે ત્યારે કૌસ્તુભ તેમાં જોડાયા છે. વર્ષ ૨૦૧૭માં રૂ. ૧,૨૦,૦૦૦ કરોડનાં મૂડીગત ખર્ચનાં કાર્યક્રમ અને રૂ. ૭૭,૦૦૦ કરોડનાં ડિલિવરેજિંગ અભિયાન (કોઈ પણ ભારતીય કોર્પોરેટ દ્વારા સૌથી મોટું) પૂર્ણ કરવાની સાથે એસ્સાર સ્થાયી વૃદ્ઘિનાં માર્ગે અગ્રેસર છે. કંપની ઉદ્યોગસાહસિકતાનું મજબૂત વિઝન ધરાવે છે અને એસ્સારનાં સાંસ્કૃતિક સિદ્ઘાંતનાં કેન્દ્રમાં હંમેશા લોકો રહ્યાં છે. કંપની પોતાનાં લોકોમાં ઉદ્યોગસાહસિકતાને પ્રેરિત કરે છે તેમજ તેની સાથે સંકળાયેલા સમુદાયોને અસર કરે છે. કર્મચારી-કેન્દ્રિત નીતિઓ અને પદ્ઘતિઓ સાથે સંબંધમાં એસ્સાર ફાઉન્ડેશન મારફતે એસ્સાર ભારતનાં આઠ રાજયોમાં કંપનીની ઉત્પાદન સુવિધાઓની આસપાસ સમુદાયોનાં ઉત્થાન માટે કામ કરે છે. કંપનીએ તેની આસપાસનાં ૫૦૦ ગામડાઓમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, પર્યાવરણ, કૌશલ્ય વિકાસ અને મહિલા સશકિતકરણ જેવા ક્ષેત્રોમાં કામગીરી કરી છે.

આ નિમણૂક વિશે કૌસ્તુભે કહ્યું હતું કે, 'મને એસ્સાર ફેમિલીમાં ફરી જોડાવાની ખુશી છે. હું આ નવી, રોમાંચક ભૂમિકા અદા કરવા આતુર છું, જે માટે મારે અમારાં લોકો અને અમારી સાથે જોડાયેલા સમુદાયો સાથે જોડાવાની જરૂર પડશે. અમારાં કર્મચારીઓ અને આ સમુદાય અમારો આધારસ્તંભ છે તથા તેમના થકી જ બ્રાન્ડ નવી ઊંચાઈએ પહોંચી છે.'

એસ્સારનાં ડિરેકટર શ્રી આર કે સુખદેવસિંહજીએ કહ્યું હતું કે, આ પડકારજનક બેવડી ભૂમિકામાં કૌસ્તુભ મજબૂત લોકો અને સમુદાયને સાથે રાખીને કામ કરશે, જે એસ્સારની સફરને વૃદ્ઘિનાં આગામી તબક્કામાં લઈ જશે. પોતાનાં વિવિધતાસભર અનુભવ અને વ્યાવસાયિક ક્ષમતા ઉપરાંત કૌસ્તુભ અમારાં સિદ્ઘાંતોથી પરિચિત છે.

(12:41 pm IST)