Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

દાવોસમાં PM મોદી બોલ્યા, 'ઇન્ડિયા એટલે બિઝનેસ'

વિશ્વભરના CEO સાથે મુલાકાત

દાવોસ તા. ૨૩ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવોસમાં આયોજિત વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં ટોપ બિઝનેસ કંપનીઓના ચીફ એકિઝકયુટિવ ઓફિસર્સ (CEO)ની રાઉન્ડ ટેબલ બેઠકને હોસ્ટ કરી. તેમણે CEOને જણાવ્યું કે ભારતનો મતલબ બિઝનેસ થાય છે અને ભારતમાં ગ્લોબલ બિઝનેસ માટે ઘણી આકર્ષણની તકો છે. તેમણે ગ્લોબલ CEOને ભારતના ગ્રોથની વાત કરી. જેમાં વિજય ગોખલે, જય શંકર અને રમેશ અભિષેક સહિત વરિષ્ઠ સરકારી અધિકારીઓ હાજર હતા. રાઉન્ડ ટેબલ બેઠકમાં ગ્લોબલ કંપનીઓના ૪૦ CEO અને ભારતના ૨૦ CEOએ ભાગ લીધો હતો.

બેઠક બાદ વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે ટ્વીટ કર્યું કે પીએમ મોદીએ દાવોસમાં દુનિયાની ટોપ બિઝનેસ કંપનીઓને ભારતના ગ્રોથની વાત કરી અને ભારતમાં રહેલા આકર્ષણની તકો વિશે જણાવ્યું. પી.એમ. મોદી સોમવારે સાંજે દાવોસ પહોંચ્યા હતા. ત્યાં વલ્ડ ઈકોનોમિક ફોરમમાં ઈન્ટરનેશનલ બિઝનેસ કમ્યુનિટીના સભ્યો સાથે વાત કરશે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદી ૨૦ વર્ષોમાં દાવોસમાં ભાગ લેવા પહોંચેલા પહેલા વડાપ્રધાન છે.

મોદીએ દેશમાંથી રવાના થતા પહેલા ગઈકાલે કહ્યું હતું કે, 'અન્ય દેશોની સાથે સંબંધોમાં હાલના વર્ષોમાં વિસ્તાર થયો છે. બહારની દુનિયા સાથે દેશના સંબંધો વાસ્તવમાં મલ્ટી-ડાયમેન્શનલ થયા છે, જેમાં રાજકીય, આર્થિક, લોકોથી લોકો વચ્ચે અને સુરક્ષા તથા અન્ય બાબતો જોડાયેલી છે.' તેમણે કહ્યું હતું, 'દાવોસમાં હું આંતરાષ્ટ્રીય સમુદાય સાથે ભારતના ભવિષ્યના સંબંધો કે જેના માટે પોતાના વિઝનને વ્યકત કરવાની કોશિશ કરી રહ્યો છું.'

WIFની ૪૮મી વાર્ષિક બેઠકમાં વેપાર, રાજકીય, કલા, એકેડમિક અને સિવિલ સોસાયટીના દુનિયાના ૩,૦૦૦થી વધુ નેતા ભાગ લે છે. જેમાં ભારતના ૧૩૦થી વધુ લોકો ભાગ લેશે. વર્ષ ૧૯૯૭માં એચડી દેવગૌડાની યાત્રા બાદ લગભગ ૨૦ વર્ષમાં દાવોસ બેઠકમાં ભાગ લેનારા મોદી પહેલા ભારતના વડાપ્રધાન બન્યા છે.

(11:29 am IST)