Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

પદ્માવત ફિલ્મ પર પ્રતિબંધ નહીં મુકવામાં આવે તો ૧૬,૦૦૦ મહિલાઓ 'જૌહર' કરવા તૈયાર

અગ્નિકુંડમાં છલાંગ મારવા તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને અને નરેન્દ્ર મોદીને મંજુરી માંગતો પત્ર લખ્યો

જયપુર, તા. ૨૩ :. સંજય લીલા ભણસાણીની વિવાદાસ્પદ ફિલ્મ 'પદ્માવત' પર દેશભરમાં પ્રતિબંધ મુકવાની માગણી સાથે રાજસ્થાનની ૧૬,૦૦૦ મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને રાષ્ટ્રપતિને પત્ર લખીને જૌહરની મંજુરી માગી છે. ભૂતકાળમાં જ્યારે રાજપૂત રાજાનું દુશ્મનના હાથે પતન થતું ત્યારે રાજપૂત રાણી, દાસીઓ અને કિલ્લામાંની અન્ય મહિલાઓ એક સાથે અગ્નિકુંડમાં ઝંપલાવતી એને 'જૌહર' કહેવામાં આવે છે.  આ અગાઉ પણ રાજપૂત સમાજની મહિલાઓએ ફિલ્મના વિરોધમાં ૨૪ જાન્યુઆરીએ ચિત્તોડના કિલ્લામાં સામુહિક જૌહરની ધમકી આપી હતી. રાજપૂત કરણી સેનાના પ્રમુખ મહિપાલ મકરાણાએ જણાવ્યું હતુ કે રાજપૂત સમાજની ૧૮૨૬ મહિલાઓ આવતી કાલે ચિત્તોડગઢના કિલ્લામાં જૌહર કરશે. જો કે હવે ફિલ્મના વિરોધમાં રાજપૂતોની સાથે બધા જ સમાજની મહિલાઓ સામેલ થઈ છે.

(1:27 pm IST)