Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ગુજરાતની પાંચ કંપનીઓના એસએમઇ IPO

કુલ ૧૧માંથી પાંચ IPO થકી ગુજરાતની કંપનીઓ રૂ. ૫૦ કરોડથી વધુનુ નાણા ભંડોળ બજારમાંથી એકત્ર કરશે

મુંબઇ તા. ૨૩ : એસએમઇ સ્ટોક માર્કેટના એનએસઇ ઇમર્જ અને બીએસઇના પ્લેટફોર્મ પર ૧૧ જેટલા એસએમઇ આઇપીઓ આવી રહ્યા છે. જે પૈકી પાંચ જેટલી કંપનીઓ ગુજરાતમાંથી આવે છે. કુલ ૧૦૦ કરોડથી વધુ રકમના ઇશ્યુમાં ગુજરાતની પાંચ કંપનીઓ રૂ.૫૦ કરોડથી વધુની કેપીટલ આઇપીઓ થકી મેળવશે.

રાજયની જે કંપનીના એસએમઇ આઇપીઓ આવી રહ્યા છે, તેમાં રાજકોટની શ્રીરામ પ્રોટિન્સ રૂ.૧૯.૯૦ કરોડ, આણંદની સોલેક્ષ એનર્જી, રૂ.૭.૧૮ કરોડ, ગુજરાત હાઇસ્પીન રૂ.૪.૪૫ કરોડ, સુરતના ગૌતમ જેમ્સ રૂ.૭.૫૬ કરોડ અમદાવાદની અશોકા મેટલ્સ ૧૨ કરોડનો એસએમઇ આપીઓ લાવી રહી છે,સોલેક્ષ એનર્જી તારીખ ૨૨થી ૨૫મી જાન્યુઆરી શ્રીરામ પ્રોટીન્સનો આઇપીઓ ૨૩થી ૨૫ જાન્યુઆરી, બીએસઇ એસએમઇ પર ગૌતમ જેમ્સનો આઇપીઓ તા. ૨૪મીએ ખુલીને ૩૦મી બંધ રહેશે. ગોંડલની કંપની ગુજરાત હાઇસ્પીનનો ઇશ્યુ બીએસઇ એસએમઇ પર તારીખ ૨૫મીએ ખુલીને ૩૧ જાન્યુઆરીએ બંધ થશે. આણંદ સ્થિત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની કંપની સોલેક્ષ એનર્જીનો રૂ.૭.૧૮ કરોડનો આઇપીઓ એનએસઇ ઇમર્જ પર સ્વસ્તિક ઇન્વેસ્ટમેન્ટ મર્ચન્ટ બેન્કર થકી આવી રહ્યો છે.કંપનીના ચેરમેન કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, 'કંપની નાંણાકિય વર્ષ ૨૦૧૫-૧૬માં ૪૬.૬૨ કરોડના ટર્નઓવર જયારે વર્ષ ૨૦૧૬-૧૭માં ૩૪.૫૦ કરોડનુ ટર્ન ઓવર ધરાવે છે.'

અમદાવાદ સ્થિત ટીએમટી બાર્સ,એન્ગલ્સ, ચેન્લસ્, એમએસ બાર્સ બનાવતી અશોકા મેટકાસ્ટના ચેરમેન અશોક શાહે જણાવ્યું હતું કે, 'કંપનીનો રૂ.૧૨ કરોડનો ઇશ્યુ તારીખ ૨૩મીએ ખુલે છે,' આ ગ્રુપની ફલેગશિપ કંપની ગુજરાત નેચરલ રિસોર્સીઝ શેર બજારમાં લિસ્ટેડ છે. રાજકોટ સ્થિત કોટનસીડ ઓઇલ, કોટનસીડ ઓઇલ કેકના ઉત્પાદન કરતી કંપની શ્રીરામ પ્રોટીન્સ લિમિટેડનો રૂ.૧૭.૩૩ કરોડથી રૂ.૧૯.૯૦ કરોડનો એસએમઇ આઇપીઓ ૨૩મી જાન્યુઆરીના રોજ ખુલશે અને ૨૫મી જાન્યુઆરીના રોજ બંધ થશે. કંપની એનએસઇ ઇમર્જ ઉપર લિસ્ટ થશે.ઇશ્યૂ પ્રાઇઝ બેન્ડ રૂ.૨૭ થી ૩૧ નક્કી કરાઇ છે. ગુજરાતની પાંચ ઉપરાંત જે અન્ય કંપનીઓના એસએમઇ આઇપીઓ આવી રહ્યા છે, તેમાં તારીખ ૨૪મી જાન્યુઆરીએ ખુલતો વસા રિટેઇલનો રૂ.૪.૮૦ કરોડ, મેડિકો રેમેડીઝનો તારીખ ૨૯થી ખુલતો રૂ.૧૦.૯૯ કરોડ અને ફોકસ સ્યુટસનો રૂ. ૬.૪૧ કરોડનો આઇપીઓ આવી રહ્યો છે.(૨૧.૮)

(9:39 am IST)