Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

મુંબઇ એરપોર્ટ ઉપરથી ૧પ કરોડની કિંમતનું પ૦ કિલો સોનુ જપ્ત

મુંબઇ તા. રર : DRI અને કસ્ટમ દ્વારા મુંબઇ એરપોર્ટ પરથી પ૦ કીલો સોનું ઝડપી પાડયું છે. આ સોનું કુરિયર દ્વારા લાવવામાં આવતું હતું ત્યારે એરપોર્ટ પરથી જપ્ત કરવામાં આવ્યું હતું. આ સોનું ગલ્ફના દેશોમાંથી DHL કુરીયરમાં મોકલવામાં આવ્યું હતું.

ઓળખાણ છુપાવવા માટે ગલ્ફ અને ભારતના ડમી એડ્રેસ આ સોનાના બોકસ પર લગાવવામાં આવ્યા હતા. ભારતીય ચલણમાં આ સોનાની કિંમત ૧પ કરોડ જેવી થાય છ.ે આ સોનુ કોની માલીકીનું હતુ અને આ રેકેટમાં કોણ કોણ સંડોવાયેલા છે જેવા વિવિધ મુદે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે.

(3:53 pm IST)