Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

2Gથી આવ્યો ગરમાવો

2G ફેંસલોઃ ૨૦૧૯ની ચૂંટણીમાં બનશે મોટો મુદ્દો

નવી દિલ્હી તા. ૨૨ : ગુજરાત વિધાનસભાના ચૂંટણીના પરિણામોના વિશ્લેષણ પર ડૂબેલા રાજકીય પક્ષોમાં ફરી એક વખત ગરમાવો આવી ગયો છે. આ વખતે મુદ્દો 2G સ્પેકટ્રમ ફાળવણી કેસમાં સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે આપેલા ફેંસલા સાથે જોડાયેલો છે. જેની અસર ૨૦૧૯માં થનારી લોકસભા ચૂંટણીમાં પણ જોવા મળી શકે છે.

યુપીએ સરકારને નિશાન બનાવીને સમાજસેવી અન્ના હજારેની આગેવાનીમાં ચાલતા ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનની સવારી કરીને ભાજપ ૨૦૧૪માં કેન્દ્રમાં સત્તામાં આવી. કોર્ટે અન્ય આરોપીઓ સિવાય ડીએમકેના બે નેતા કનિમોઝી અને એ રાજાને પણ મુકત કર્યા છે. ૨૦૧૯ના કેમ્પ માટે થઈ શકે છે કે ભાજપ નવા સહયોગીઓની શોધમાં છે. ભાજપે કહ્યું કે આ નિર્ણયથી 2G સ્ટોરી ખતમ નથી થઈ અને ઉચ્ચ કોર્ટમાં અપીલ કરવામાં આવશે. ભાજપના સૂત્રો મુજબ, પાર્ટી ૨૦૧૯ની યોજનામાં ડીએમકે કોઈ ને કોઈ રીતે મહત્વનો ભાગ છે.

કોંગ્રેસના સૂત્રોએ કહ્યું કે પાર્ટી હવે આગામી ચૂંટણીમાં 'પોતાની છબી પર કરપ્શનના આરોપ વગર' કેમ્પ કરી શકે છે. કોંગ્રેસ નેતાઓએ દાવો પણ કર્યો કે ભાજપ પાસેથી એક ચૂંટણી મુદ્દો નીકળી ગયો છે અને કોંગ્રેસની 'શાખ હવે વધશે'. બન્ને દળો હવે ટ્રાયલ કોર્ટના નિર્ણયની સામે અપીલની પ્રગતિ પર નજર રાખશે. બની શકે છે કે ૨૦૧૯ માટે કેમ્પેનના દબાણથી કોર્ટમાં કાર્યવાહી પણ ચાલતી હોય.

2G કૌભાંડના ડાઘ ફરી ડીએમકે છૂટી ગઈ છે. જયારે એઆઈડીએમકેમાં ટૂટફૂટ થવાથી લોકસભા ચૂંટણીમાં ડીએમકેનો ચાંસ મજબૂત દેખાઈ રહ્યો છે. ભાજપના નેતાઓએ કહ્યું કે એવામાં ડીએમકેએ અનૌપચારિક ગઠબંધનની સંભાવનાઓ મજબૂત થઈ ગઈ છે. તેમણે કહ્યું કે ડીએમકે બની શકે છે કે આવી સ્થિતિ પસંદ કરે, જેમાં તામિલનાડુમાં તેમનો અને કોંગ્રેસનો સાથ ન બને.(૨૧.૧૫)

(11:22 am IST)