Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

37 વર્ષ બાદ ખબર પડી કે 31 મહિલાઓ પર કર્યું દુષ્કર્મ : ઓસ્ટ્રેલિયાની પોલીસને ‘સિરિયલ રેપિસ્ટ’ની ઓળખ મળી

 1985 થી 2001 દરમિયાન ઘરમાં ઘૂસીને અથવા ઘરે અથવા ઓફિસ ચાલતી જતી વખતે 31 મહિલાઓને શિકાર બનાવી :કીથ સિમ્સનું આ વર્ષે ફેબ્રુઆરીમાં 66 વર્ષની વયે અવસાન થયું

ઓસ્ટ્રેલિયાની પોલીસને ત્રીસ વર્ષથી મહિલાઓને ત્રાસ આપનાર ‘સિરિયલ રેપિસ્ટ’ની ઓળખ કરવામાં સફળતા મળી છે.

પોલીસનો દાવો છે કે કીથ સિમ્સ નામના આ વ્યક્તિએ લગભગ ચાલીસ વર્ષ પહેલા પહેલીવાર એક મહિલાને પોતાનો શિકાર બનાવી હતી. આ વ્યક્તિએ 1985 થી 2001 દરમિયાન ઘરમાં ઘૂસીને અથવા ઘરે અથવા ઓફિસ ચાલતી જતી વખતે 31 મહિલાઓને પોતાનો શિકાર બનાવી હતી.

અત્યાર સુધી તપાસકર્તાઓ માની રહ્યા હતા કે આ બળાત્કાર અલગ-અલગ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યો હતો.પરંતુ ડીએનએ ટેક્નોલોજીની મદદથી તપાસકર્તાઓ એવા તારણ પર પહોંચ્યા છે કે આ તમામ ગુનાઓ માટે કીથ સિમ્સ જવાબદાર છે. સિમ્સનું આ વર્ષે ફેબ્રુઆરીમાં 66 વર્ષની વયે અવસાન થયું હતું.

ટ્રેકસૂટ રેપિસ્ટથી લઈને બોન્ડી બીસ્ટ સુધીના વિવિધ નામોથી જાણીતી સિમ્સે 1985માં ક્લોવેલીના દરિયા કિનારે આવેલા ઉપનગરમાં સૌપ્રથમ એક મહિલાનો શિકાર કર્યો હતો. આ પછી 2001માં તેણે કબ્રસ્તાનમાં છેલ્લી વાર એક મહિલાને પોતાનો શિકાર બનાવ્યો.

આ કેસોની અલગથી તપાસ કરવામાં આવી હતી પરંતુ પોલીસે 2000ના દાયકામાં તેને જોડવાનું શરૂ કર્યું હતું. પીડિતોમાંથી 12 લોકોના ડીએનએ એક સરખા હતા અને બાકીના 19 કેસમાં હુમલાખોરની મોડસ ઓપરેન્ડી સરખી હતી.

14 થી 55 વર્ષની વયજૂથના પીડિતોએ તેમના પર હુમલો કરનાર વ્યક્તિ વિશે આપેલી માહિતી એકબીજા સાથે એકદમ મળતી આવે છે.આ વ્યક્તિની ઊંચાઈ 160 થી 180 સેમીની વચ્ચે હતી. ચામડીનો રંગ કાળો, આંખોનો રંગ ભૂરો અને નાક પહોળું હતું.

આ વ્યક્તિ પોતાનો ચહેરો ઢાંકતો હતો અને ટ્રેક સૂટ, હૂડી અને ફૂટબોલ શોર્ટ્સ જેવા કેઝ્યુઅલ કપડાં પહેરતો હતો.આ વ્યક્તિ તેના પીડિતોને છરીથી ધમકાવતો હતો અથવા તેમને વિશ્વાસ અપાવવાનો પ્રયાસ કરતો હતો કે તેની પાસે છરી છે.

તપાસકર્તાઓને વર્ષ 2019માં એક મોટી સફળતા મળી જ્યારે તેમને પોલીસ ડેટાબેઝમાં ડીએનએ સેમ્પલ મળ્યા, જેની મદદથી તપાસનો વ્યાપ 324 લોકોથી ઘટાડી ઘણો ઓછો થઈ ગયો.

ગયા સપ્ટેમ્બરમાં સિમ્સમાંથી મેળવેલા નમૂના પીડિતો પાસેથી મેળવેલા નમૂનાઓ સાથે મેળ ખાતા હતા.જોકે, સ્થાનિક સમાચારોમાં સિમ્સને સારા પિતા, બાબા અને સમુદાયના સભ્ય તરીકે વર્ણવવામાં આવ્યા હતા

 

(8:29 pm IST)