Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

વિધાનસભા ચૂંટણીની વચ્ચે પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી

મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ પર મેસેજ આવ્યોઃસેન્ટ્રલ એજન્સી સહીત તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઈ છે, જેમાં ધમકીના ઓડિયો મેસેજ મોકલનારે દાઉદ ઈબ્રાહીમના બે ગુંડાઓના નામ પણ આપ્યા છે

મુંબઈ, તા.૨૨ ઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીને અવારનવાર જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી હોય છે. જો.કે ગુજરાતમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીની વચ્ચે પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જેને લઇ સેન્ટ્રલ એજન્સી સહીત તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઈ છે. જેમાં ધમકીના ઓડિયો મેસેજ મોકલનારે દાઉદ ઈબ્રાહીમના બે ગુંડાઓના નામ પણ આપ્યા છે. જેમને પીએમ મોદીની હત્યાની જવાબદારી સોંપવામાં આવી છે.

 મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર એક ઓડિયો મેસેજ આવ્યો છે. આ ઓડિયો મેસેજમાં કહેવામાં આવ્યું છે કે દાઉદ ઇબ્રાહિમની ડી કંપનીના બે શૂટર્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ધમકી ભર્યો ઓડિયો મેસેજ કોઈ અજાણ્યા વ્યક્તિએ મોકલ્યો છે. ધમકીના ઓડિયો મેસેજ મોકલનારે દાઉદ ઈબ્રાહીમના બે ગુંડાઓના નામ પણ આપ્યા છે. જેમને પીએમ મોદીની હત્યાની જવાબદારી સોંપવામાં આવી છે. તેમના નામ મુસ્તફા અહેમદ અને નવાઝ છે. પરંતુ ઓડિયો મેસેજ મોકલનારે તેનું નામ આપ્યું નથી. ઓડિયો ક્લીપ હિંદીમાં છે. પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળ્યાના આ સમાચાર બાદ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ સહીત સેન્ટ્રલ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.

પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપતી ઓડિયો ક્લિપમાં કુલ ૭ મેસેજ મોકલવામાં આવ્યા છે. જેને લઇ મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમે મેસેજ મોકલનારને શોધી કાઢવાનો પ્રયાસ કરી રહી છે. હાલ હીરાના વેપારીઓની પૂછપરછ કરવામાં આવી છે. આનું કારણ એ છે કે વોટ્સએપ મેસેજમાં એક ફોટો પણ મોકલવામાં આવ્યો છે. આ ફોટો સુપ્રાભત વેગ નામના વ્યક્તિનો હોવાનું જાણવા મળ્યું છે. આ વ્યક્તિ હીરાના વેપારી સાથે કામ કરતો હતો. તેની શંકાસ્પદ પ્રવૃત્તિઓને કારણે તેને કામમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.

 

(7:47 pm IST)