Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

21 વર્ષ પહેલા જામીનગીરી માટેના બોન્ડ ભરવામાં નિષ્ફળ ગયેલ વ્યક્તિને જમ્મુ એન્ડ કાશ્મીર કોર્ટે મુક્ત કર્યો: આર્મ્સ એક્ટની જોગવાઈ હેઠળ સજાપાત્ર અપરાધ કરવા બદલ 2000 ની સાલમાં કેસ નોંધવામાં આવ્યો હતો

જમ્મુ : જમ્મુ અને કાશ્મીરની અદાલતે સોમવારે એક માણસને મુક્ત કર્યો, કે જે 21 વર્ષ પહેલા જામીનગીરી માટેના બોન્ડ ભરવામાં નિષ્ફળ ગયો હતો.તેના ઉપર આર્મ્સ એક્ટની જોગવાઈ હેઠળ સજાપાત્ર અપરાધ કરવા બદલ 2000 ની સાલમાં કેસ નોંધવામાં આવ્યો હતો કે જે જામીનપાત્ર ગુનો છે .[P/S રેલ્વે જમ્મુ વિ જય પ્રકાશ (અજ્ઞાત) દ્વારા J&K UT]

જય પ્રકાશ પર 2000 માં જમ્મુ અને કાશ્મીર પોલીસે કથિત રીતે આર્મ્સ એક્ટની જોગવાઈઓ હેઠળ સજાપાત્ર અપરાધો કરવા બદલ કેસ નોંધ્યો હતો. ઉક્ત ગુનાઓ જામીનપાત્ર છે.

તપાસ પછી, ચાર્જશીટ સિટી જજ સમક્ષ મૂકવામાં આવી હતી અને ચાર્જશીટમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું હતું કે ગુના માટે નોંધાયેલ વ્યક્તિ "પાગલ" હોવાનું જણાય છે.

ત્યારબાદ, જાન્યુઆરી 2002માં, ન્યાયાધીશે પ્રકાશને જામીન બોન્ડ ભરવામાં ડિફોલ્ટમાં ન્યાયિક લોકઅપમાં મોકલ્યા. જે જેલમાં તેને મોકલવામાં આવ્યો હતો તેના સુપ્રિટેન્ડેન્ટને આરોપીની તબીબી તપાસ કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:56 pm IST)