Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

અલ્‍ટ્રાવાયોલેટ ઓટોમોટિવ નામની કંપની પોતાની 300 કિ.મી. ચાલતી ઇલેકટ્રીક બાઇક 24 નવેમ્‍બરે લોન્‍ચ કરશેઃ 10 હજારમાં બુક થઇ શકશે

70 હજારથી વધુ બુકીંગ થયુ હોવાનો કંપનીનો દાવો

નવી દિલ્‍હીઃ અલ્‍ટ્રાવાયોલેટ ઓટોમોટિવ નામની કંપની પોતાની ઇલેકટ્રીક બાઇક 24 નવેમ્‍બરે લોન્‍ચ કરશે. જોરદાર લુક સાથે ફુલ ચાર્જ થતા 300 કિ.મી.ની રેન્‍જ આપશે.

ભારતમાં એક પાવરફૂલ ઇલેક્ટ્રિક બાઇક લોન્ચ થવા જઇ રહી છે. અલ્ટ્રાવોયલેટ ઓટોમોટિવ 24 નવેમ્બરના રોજ પોતાની ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સબાઇક Ultraviolette F77 લોન્ચ કરશે. થોડા દિવસ પહેલાં જ કંપનીએ આ બાઇકને લોન્ચ કરી હતી. ખાસ વાત એ છે કે આ બાઇકને ડેવલોપ કરતાં પહેલાં 5 વર્ષ સુધી રિસર્ચમાં લગાવ્યા છે. આ ઇલેક્ટ્રિક બાઇક જોરદાર લુક સાથે ફૂલ ચાર્જમાં 300 કિમીથી વધુની રેંજ ઓફર કરે છે. કંપનીએ ગત મહિને તેનું બુકિંગ શરૂ કર્યું હતું. ગ્રાહક તેને ફક્ત 10 હજાર રૂપિયામાં બુક કરી શકે છે. 

અલ્ટ્રાવોયલેટ ઓટોમોટિવે દાવો કર્યો છે કે ઇલેક્ટ્રિક બાઇક ત્રણ વેરિએન્ટમાં આવશે. આ ત્રણ વેરિએન્ટ એરસ્ટ્રાઇક, લેઝર અને શેડો હશે. Ultraviolette F77 ઇલેક્ટ્રિક બાઇકના આ ત્રણ વેરિએન્ટ અલગ-અલગ સ્પેસિફિકેશન અને પરર્ફોમન્સ રજૂ કરશે. આ ઇલેક્ટ્રિક બાઇકને એક હળવા ફ્રેમ પર બનાવવામાં આવી છે. જેથી હાઇ સ્પીડ દરમિયાન સારી હેન્ડલિંગ મળે છે. 

70 હજારથી વધુ બુકિંગ

ઇલેક્ટ્રિક બાઇક માટે બુકિંગ ખોલતી વખતે, Ultraviolette Automotive એ દાવો કર્યો છે કે F77 એ પહેલાં લગભગ 190 દેશોમાંથી 70 હજારથી વધુ પ્રી-ઓર્ડર પ્રાપ્ત કરી લીધા છે. અત્યાર સુધી સંખ્યા વધુ વધી જશે.

ફીચર્સની વાત કરીએ તો Ultraviolette F77 ડુઅલ-ચેનલ ABS,એડજસ્ટેબલ સસ્પેંશન, મલ્ટીપલ ડ્રાઇવ મોડ્સ, અને રીજેનરેટિવ બ્રેકિંગ જેવા ફીચર્સ સાથે આવશે. તેમાં એક ટીએફટી સ્ક્રીન પણ હશે, જે રાઇડરને વિભિન્ન જાણકારીઓ બતાવશે. બાઇક સાથે અલગ-અલગ એક્સેસરીઝ પણ રજૂ કરવામાં આવશે. આ સાથે એક પોર્ટેબલ ફાસ્ટ ચાર્જર, સ્ટાન્ડર્ડ ચાર્જર, વ્હીલ કેપ, હોમ ચાર્જિંગ પોડ, ક્રેશ ગાર્ડ, પેનિયર અને એક વાઇઝર હશે. 

(6:01 pm IST)