Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

પિસ્‍તોલથી કેક કાપનાર સરપંચે જવું પડયું જેલમાં

ત્રણે વ્‍યક્‍તિ સામે આર્મ્‍સ એક્‍ટ હેઠળ કેસ નોંધવામાં આવ્‍યો

ભોપાલ, તા.૨૨: મધ્‍ય પ્રદેશના ભીંડ જિલ્લાના ગોના પંચાયતના સરપંચ રાજુ ભદોરિયાએ બુધવારે તેમના જન્‍મદિનની ઉજવણી ચંબલ સ્‍ટાઇલમાં કરતાં બર્થ-ડે કેક કાપવા માટે ગેરકાયદે ગણાતી પિસ્‍તોલ કે તમંચાનો ઉપયોગ કરતાં તેમ જ ઉજવણીને ફેસબુક પર લાઇવ કરતાં તેમણે પછી જેલમાં જવાનો વારો આવ્‍યો હતો.

સોશ્‍યલ મીડિયા પર વિડિયો વાઇરલ થતાં પોલીસે તરત જ હરકતમાં આવી આ વિચિત્ર કાંડમાં જોડાયેલી ત્રણ વ્‍યક્‍તિની ધરપકડ કરી હતી. ત્રણે વ્‍યક્‍તિ સામે આર્મ્‍સ ઍક્‍ટ હેઠળ કેસ નોંધવામાં આવ્‍યો હોવાનું સબ-ડિવિઝનલ ઑફિસર ઑફ પોલીસ અરવિંદ શાહે જણાવ્‍યું હતું. પોલીસે સરપંચ પાસેથી ગેરકાયદે પિસ્‍તોલ તથા બે કારતૂસ જપ્ત કરી હતી.

(3:57 pm IST)