Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

‘આપ'ના મંત્રી સત્‍યેન્‍દ્ર જૈનને જેલમાં દુષ્‍કર્મનો આરોપી મસાજ કરતો'તો

ભાજપનાં આક્ષેપ બાદ ભારે રાજકીય ગરમાવો ‘‘આપ''ની કોર્ટમાં અરજી

નવી દિલ્‍હી,તા.૨૨ : દિલ્‍હીની તિહાડ જેલમાં બંધ આમ આદમી પાર્ટી સરકારમાં મંત્રી સત્‍યેન્‍દ્ર જૈનના મસાજ મામલે મોટા સમાચાર સામે આવ્‍યા છે. તિહાડ જેલના સુત્રો અનુસાર, સત્‍યેન્‍દ્ર જૈનની માલિશ કરનાર કેદી રિંકૂ રેપનો આરોપી છે. તે રેપ મામલે તિહાડ જેલમાં બંધ છે. રિંકૂ પર પૉક્‍સો એક્‍ટની કલમ-૬ અને આઇપીસીની કલમ ૩૭૬, ૫૦૬ અને ૫૦૯ હેઠળ કેસ દાખલ છે. રિંકૂ ફિજિયોથેરેપિસ્‍ટ નથી.

મહત્‍વપૂર્ણ છે કે તિહાડ જેલમાં બંધ મંત્રી સત્‍યેન્‍દ્ર જૈનના મસાજનો વીડિયો સામે આવ્‍યો હતો, જેમાં જોવા મળતુ હતુ કે એક વ્‍યક્‍તિ સત્‍યેન્‍દ્ર જૈનના બન્ને પગ અને માથાની માલિશ કરી રહ્યો છે. આ વીડિયો સામે આવ્‍યા બાદ ભાજપે આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્‍યુ હતુ.

 સત્‍યેન્‍દ્ર જૈનના મસાજનો વીડિયો વાયરલ થવા પર આમ આદમી પાર્ટીએ એમ કહેતા બચાવ કર્યો હતો કે સત્‍યેન્‍દ્ર જૈનની બે વખત સર્જરી થઇ છે. ડૉક્‍ટરોએ સત્‍યેન્‍દ્ર જૈનને ફિજિયોથેરેપી લેવાની સલાહ આપી હતી. વીડિયો લીક થવા પર આમ આદમી પાર્ટીએ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવાને લઇને ઇડીની ફરિયાદ રાઉજ એવન્‍યૂ કોર્ટમાં કરી હતી. કોર્ટની નોટિસ પર ઇડીને જવાબ આપવાનો છે.

(3:30 pm IST)