Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

GST રિટર્ન ફાઇલ નહી કરતા વેપારીઓના રજીસ્‍ટ્રેશન રદ કરવાની કાર્યવાહી શરૂ કરાઇ

મુંબઇ,તા. ૨૨ : ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ ડિપાર્ટમેન્‍ટ દ્વારા રિટર્ન ફાઇલ સમય પર નહીં કરનારાઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડિપાર્ટમેન્‍ટે મોટી સંખ્‍યામાં જે વેપારીઓ રિટર્ન સમય પર ફાઇલ નથી કરતા તેઓને નોટીસ મોકલી સમય પર રિટર્ન ફાઇલ કરવાની ચેતવણી આપી અને હવે જે લોકોએ છેલ્લા છ મહીનાથી સતત રિટર્ન ફાઇલ નથી કર્યા તેવા વેપારીઓના જીએસટી રજીસ્‍ટ્રેશન કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હાલ તેઓને નોટીસ મોકલીને જાણ કરવામાં આવી છે અને ટૂંકમાં જ કાર્યવાહી કરવામાં આવે તેની સંભાવના છે.

જીએસટી વિભાગના સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેકટ ટેકસ એન્‍ડ કસ્‍ટમ દ્વારા ટેકસચોરી રોકવા અને વેપારીઓ સમય પર રિટર્ન ફાઇલ કરે તે માટે જરૂરી કાર્યવાહી કરવા માટે તમામ કમિશનરેટને સુચના આપવામાં આવી છે. જેને પગલે હાલ વેપારીઓ સમય પર રિટર્ન ફાઇલ કરે તે માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જીએસટી વિભાગ દ્વારા જે વેપારીઓ સમય પર રિટર્ન ફાઇલ નથી કરતા તેઓને ઇમેલ અને મેસેજથી સમય પર રિટર્ન ફાઇલ કરવા માટેની સુચના આપવામાં આવી રહી છે. તે ઉપરાંત જે વેપારીઓએ છેલ્લા છ મહીનાથી જીએસટી રિટર્ન નથી ફાઇલ કર્યા તેઓના રજીસ્‍ટ્રેશન કેન્‍સલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

 

વિભાગે વેપારીઓને મેસેજ મોકલી જાણ કરી

જે વેપારીઓ સમય પર રિટર્ન નહીં ફાઇલ કરે તેવોને વિભાગ દ્વારા મેસેજ અને ઇ-મેલ દ્વારા સમય પર રિટર્ન ફાઇલ કરવા માટે જણાવવામાં આવી રહ્યુ છે અને તે છતાંય જેઓએ છ મહીનાથી રિટર્ન ફાઇલ નથી કર્યા તેઓ રજીસ્‍ટ્રેશન કેન્‍સલ કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. નિયમીત રિટર્ન ફાઇલ કરનારાઓને છ મહીના અને કવાર્ટલી રિટર્ન ફાઇલ કરનારાઓ ૨ રિટર્ન નહીં ફાઇલ કરે તો કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- ટેક્‍સ કન્‍સલ્‍ટન્‍ટ

(11:03 am IST)