Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ચીનના હેનાન પ્રાંતની ફેકટરીમાં આગ લાગતા ૩૬ લોકોના મોત

૨૦૦ થી વધુ રાહત કર્મચારીઓ અને ૬૦ જેટલા અગ્નિશામકો આગ ઓલવવામાં રોકાયેલા હતા

બીજીંગ,તા. ૨૨: ચીનના હેનાન પ્રાંતના આન્‍યાંગ શહેરમાં એક ફેક્‍ટરીમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા ૩૬ લોકોના મોત થયા છે અને અન્‍ય બે લોકો ઘાયલ થયા છે. ચીનના સરકારી મીડિયાએ મંગળવારે આ જાણકારી આપી. પ્રાથમિક માહિતી અનુસાર, આગ વેનફેંગ જિલ્લામાં Caixinda Trading Co Ltdમાં લાગી હતી. સ્‍થાનિક મીડિયાએ જણાવ્‍યું કે આ ઘટનામાં બે લોકો ગુમ થયા છે.

મધ્‍ય ચીનના હેનાન પ્રાંતમાં લાગેલી આગને કારણે લગભગ ૩૬ લોકોના મોત થયા છે. આ ઘટના એન્‍યાંગ શહેરમાં એક ફેક્‍ટરીમાં બની હતી. ચીની મીડિયાએ મંગળવારે આ અંગેની માહિતી આપી હતી. આગની આ ઘટનામાં અન્‍ય બે લોકો ઘાયલ થયા છે જયારે ૨દ્ગક ઓળખ થઈ નથી.સોમવારે બપોરે ૪ વાગ્‍યાની આસપાસ આગ લાગી હતી. તેને ઓલવવા માટે ફાયર ફાઈટરોએ કલાકો સુધી મહેનત કરવી પડી હતી. ૨૦૦ થી વધુ રાહત કર્મચારીઓ અને ૬૦ જેટલા અગ્નિશામકો આગ ઓલવવામાં રોકાયેલા હતા.

ઉલ્લેખનીય છે કે આ પહેલા સપ્‍ટેમ્‍બર મહિનામાં મધ્‍ય ચીનના ચાંગશામાં સ્‍થિત એક ગગનચુંબી ઈમારતમાં આગ લાગી હતી. જે બાદ તે બિલ્‍ડીંગની લપેટમાં આવી જતાં આગની જવાળાઓ બિલ્‍ડીંગના ડઝનેક માળ સુધી ફેલાઈ ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈના મોતના સમાચાર નથી.

(10:58 am IST)