Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

સાવરકરે ના માત્ર અંગ્રેજાની મદદ કરી, તેમણે ગાંધીજીની હત્યા માટે નથુરામ ગોડસેને બંદુક શોધવા મદદ કરી’તી

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીઍ સ્વતંત્રતા સેનાની સામે લગાવ્યા આરોપ

નવી દિલ્હી, તા. રર :  મહાત્મા ગાંધીજીની હત્યા માટે સાવરકરે નથુરામ ગોડસેને મદદ કરી હોવાના તુષાર ગાંધીના આક્ષેપોથી ખળભળાટ મચી ગયો છે.

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીઍ સ્વતંત્રત સેનાની વિનાયક દામોદર સાવરકર પર રાષ્ટ્રપિતાની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. તુષાર ગાંધીઍ દાવો કર્યો કે સાવરકરે બાપૂની હત્યા માટે નાથૂરામ ગોડસેને બંદૂક શોધવામાં મદદ કરી હતી. બીજી તરફ મહારાષ્ટ્ર ભાજપે તુષાર ગાંધીની ટિપ્પણીને નિરાધાર ગણાવી છે.

તુષાર ગાંધીઍ ટ્વીટ કરીને કહ્ના, સાવરકરે ના માત્ર અંગ્રેજોની મદદ કરી, તેમણે બાપૂની હત્યા માટે નાથૂરામ ગોડસેને ઍક બંદૂક શોધવામાં મદદ કરી હતી. બાપૂની હત્યાથી બે દિવસ પહેલા સુધી ગોડસે પાસે ઍમકે ગાંધીની હત્યા માટે ઍક વિશ્વસનીય હથિયાર નહતુ.

મહત્વપૂર્ણ છે કે તુષાર ગાંધી શુક્રવારે રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં સામેલ થયા હતા. આ દરમિયાન તેમણે સાવરકર પર આપેલા નિવેદન માટે રાહુલ ગાંધીનું સમર્થન કર્યુ હતુ. તુષાર ગાંધીઍ કહ્ના કે રાહુલ ગાંધીઍ જે કહ્ના તેના ઇતિહાસમાં પૂરાવા છે, તેમણે કહ્ના કે આ સાચુ છે. સાવરકર અંગ્રેજોના મિત્ર હતા અને તેમણે જેલમાંથી બહાર આવવા માટે માફી માંગી હતી. તુષાર ગાંધીઍ કહ્ના કે આ વૉટ્સઍપ યૂનિવર્સિટીનું જ્ઞાન નથી.સાવરકર પર રાહુલ ગાંધીનું નિવેદનસાવરકર પર રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને ભાજપ પ્રહાર કરી રહ્ના છે. મહારાષ્ટ્રમાં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીઍ કહ્ના હતુ કે સાવરકર અંગ્રેજોને મર્સી પિટિશન લખતા હતા અને તેમણે પેન્શન પણ સ્વીકાર્યુ હતુ, તેમણે ઍમ પણ કહ્ના કે સાવરકરે આ બધુ અંગ્રેજોના ડરને કારણે કર્યુ હતુ. હું આ વાતને લઇને પુરી રીતે સ્પષ્ટ છુ કે તેમણે અંગ્રેજોની મદદ કરી હતી. કોંગ્રેસ સાંસદે કહ્ના કે વીર સાવરકરે ડરવાળો પત્ર સહી કરીને મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરૂ અને સરદાર પટેલ જેવા નેતાઓનો વિશ્વાસઘાત કર્યો હતો.

(12:18 pm IST)