Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

મુંબઈની કંપનીએ શરૂ કર્યો અંતિમવિધિનો સામાન વેચવાનો ધંધો

અરે આવો ધંધો ! અર્થીથી લઇને અર્થી વિસર્જન બધુ જ કાર્ય : મુંબઈની સુખાંત ફયુનરલ મેનેજમેન્‍ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ મરણ પછીની વિધિ માટે વપરાતી વસ્‍તુઓ વેચવાનું શરૂ કરતાં લોકો ભડકયાં

મુંબઇ, તા.૨૨ : પૈસા કમાવવા માટે લોકો ગમે તેવો ધંધો શરુ કરતા હોય છે. મુંબઈની એક કંપનીએ તો હદ કરી નાખી. સુખાંત ફયુનરલ મેનેજમેન્‍ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ અંતિમ સંસ્‍કારની સેવા શરુ કરી છે. આ ઘટનાની એક તસવીર વાયરલ થઈ છે જે પછી લોકો ભડકયાં હતા. આ ફોટો ભારતીય પ્રશાસનિક સેવા (આઈએએસ)ના અધિકારી અવનીશ શરણ સહિત અનેક સોશિયલ મીડિયા યૂઝર્સે પોસ્‍ટ કર્યો છે. તે એક ઇવેન્‍ટમાં કંપનીનો સ્‍ટોલ બતાવે છે, તેની પ્રોફાઇલ દર્શાવે છે. તેની વેબસાઇટ અનુસાર, મુંબઈ સ્‍થિત કંપની ‘મળત્‍યુ પછીની તમામ વિધિઓ અને જવાબદારીઓનું ધ્‍યાન રાખશે' જેથી શોકગ્રસ્‍ત સંબંધીઓને રાહત અને તણાવ મુક્‍ત વાતાવરણ પ્રદાન કરી શકાય.

કંપની જેમના ઘરમાં મરણ થયું હોય તેમને એમ્‍બ્‍યુલન્‍સ સેવા, અંતિમ સંસ્‍કાર માટે જરૂરી તમામ વસ્‍તુઓની વ્‍યવસ્‍થા કરે છે અને મળત્‍યુ પ્રમાણપત્ર મેળવવામાં સહાય પૂરી પાડે છે.

કંપની ૩૮,૦૦૦ રુપિયા લઈને મરણ માટે જરુરી તમામ સેવાઓ પૂરી પાડે છે જેવી કે નનામી તૈયાર કરાવવી, એમ્‍બ્‍યુલન્‍સની વ્‍યવસ્‍થા, માણસો મોકલવા, ચિતા સળગાવવી, મળતકને ચિતા પર રાખવા, રોનાર માણસો, અને છેલ્લે અસ્‍થિ વિસર્જન. કિઓસ્‍કમાં હાજર કંપનીના પ્રતિનિધિઓએ જણાવ્‍યું હતું કે તેમની ટીમ અંતિમવિધિ પાર પડાવવા માટે ૩૮,૦૦૦ની ફી લેશે અને અસ્‍થિ વિસર્જનમાં પણ મદદ કરશે.

(10:49 am IST)