Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એકસાથે 71,000 યુવાનોને નોકરી માટે નિમણુક પત્રો આપશે

પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 71 હજાર યુવાનોને નિમણુક પત્રો આપશે

નવી દિલ્હી :કાલે કેન્દ્ર સરકારમાં એક સાથે 71,000 યુવાનોને નોકરીઓ માટે નિમણૂક પત્રો આપવામાં આવશે. વડાપ્રધાન મોદી 22 નવેમ્બરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉમેદવારોને નિમણૂક પત્ર આપશે.આ પહેલા પીએમ મોદીએ દિવાળી પર રોજગાર મેળા હેઠળ લગભગ 75 હજાર યુવાનોને નિમણૂક પત્રો આપ્યા હતા. વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ દોઢ વર્ષમાં મિશન મોડમાં ભરવાનો કેન્દ્ર સરકારનો પ્રયાસ છે. આ માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.

જૂનમાં વડાપ્રધાન મોદીએ કેન્દ્રના તમામ મંત્રાલયો અને વિભાગોને આ દિશામાં કામ કરવાનો નિર્દેશ આપ્યો હતો. દિવાળી નિમિત્તે આયોજિત રોજગાર મેળામાં દેશભરમાંથી પસંદગી પામેલા યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. તેમાં ગ્રુપ-એ, ગ્રુપ-બી , ગ્રુપ-બી અને ગ્રુપ-સીની નિમણૂંકો તેમજ કેન્દ્રીય સશસ્ત્ર દળો, સબ-ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, જુનિયર ક્લાર્ક, સ્ટેનો, પીએ, આવકનો સમાવેશ થાય છે.

  છેલ્લા 8 વર્ષમાં મોદી સરકારે 2014થી 2022 સુધીમાં કુલ 7 લાખ 22 હજાર 311 લોકોને નોકરી આપી હતી. છેલ્લા 5 વર્ષમાં 4.44 લાખ નોકરીઓ આપવામાં આવી હતી

(12:46 am IST)