Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

નેપાળમાં મતગણતરી : પ્રથમ પરિણામ સત્તારૂઢ નેપાળી કોંગ્રેસના પક્ષમાં આવ્યું

રાજકીય વિશ્લેષકોએ આ વખતે પણ ત્રિશંકુ સંસદની આગાહી કરી

નવી દિલ્હી :નેપાળમાં સંસદીય અને પ્રાંતીય ચૂંટણી માટે સોમવારે કડક સુરક્ષા વચ્ચે મતગણતરી શરૂ થઈ છે. સંસદીય ચૂંટણીનું પ્રથમ પરિણામ સત્તારૂઢ નેપાળી કોંગ્રેસની તરફેણમાં આવ્યું છે.  નેપાળમાં એક દિવસ અગાઉ લગભગ 61 ટકા મતદાન નોંધાયું હતું. રાજકીય વિશ્લેષકોએ આ વખતે પણ ત્રિશંકુ સંસદની આગાહી કરી છે. વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ ચૂંટણીના શાંતિપૂર્ણ અને ન્યાયી સંચાલન માટે દેશના નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો છે.

ધ હિમાલયન ટાઈમ્સ અખબાર પ્રમાણે રાજધાની કાઠમંડુની એક, ત્રણ, ચાર, છ અને સાત, લલિતપુર અને ભક્તપુરના તમામ મતવિસ્તારો માટે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. આજ રીતે કાસ્કી, ઝાપા, મુસ્તાંગ, સપ્તરી, બાંકે, રૂપાંદેહી અને નવલપરાસી પશ્ચિમમાં પણ મતગણતરી શરૂ થઈ ગઈ છે. એનસીએ તેનું ખાતું ખોલ્યું છે. તેના ઉમેદવાર યોગેશ ગૌચન ઠાકલી મુસ્તાંગથી પ્રતિનિધિ સભાના સભ્ય તરીકે ચૂંટાયા છે.

ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે ગૌચને 3992 મત મળ્યા જ્યારે તેમના હરીફ CPN-UMLના પ્રેમ તુલાચનને 3078 મત મળ્યા હતા. તાપલેજુંગમાં મત ગણતરીમાં વિલંબ થયો હતો કારણ કે હેલિકોપ્ટર કંપનીઓએ જિલ્લાના દૂરના વિસ્તારોમાંથી મતપેટીઓ એરલિફ્ટ કરવામાં અસમર્થતા દર્શાવી હતી.

 

(10:22 pm IST)