Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

ધરતીને બચાવવા એસ્ટેરૉયડ પર હુમલો કરશે સ્પેસક્રાફ્ટ ; નાસા અને સ્પેસએક્સ 24મીએ સ્પેસક્રાફ્ટ લોન્ચ કરશે

ધરતી તરફ આવતા એસ્ટેરૉયડની દિશા બદલી શકાય તે માટે નાસા નાના ચંદ્ર જેવા પથ્થર પર કરશે હુમલો

નવી દિલ્હી : નાસા અને સ્પેસએક્સ 24 નવેમ્બરે એવું સ્પેસક્રાફ્ટ લોન્ચ કરશે, જે અંતરિક્ષમાં ચક્કર લગાવવા જઇ રહેલા એસ્ટેરૉડના ચંદ્ર સાથે ટકરાશે.આનો ઉદ્દેશ્ય માત્ર એટલું જાણવાનો છે કે ટક્કરથી શું એસ્ટેરૉયડના ચંદ્રની દિશામાં ફેરફાર થાય છે કે નહીં. આનાથી ભવિષ્યમાં ધરતીને એસ્ટેરૉયડના હુમલાથી બચાવી શકાશે. પ્લાન તો 24 નવેમ્બરે લોન્ચ કરવાનો છે, જો કોઈ કારણે લોન્ચ ટળે છે તો કોઈ તકલીફ નથી. આનું લોન્ચ વિંડો ફેબ્રુઆરી 2022 સુધી છે.

અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ એસ્ટેરૉયડ પર સ્પેસક્રાફ્ટથી હુમલો કરનારા મિશનના વખાણ કરવાની જાહેરાત કરી દીધી છે. આ સ્પેસક્રાફ્ટ આ એસ્ટેરૉયડથી 24,140 કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી ટકરાશે. જેથી એસ્ટેરૉયડની દિશામાં ફેરફાર થવાનો રેકૉર્ડ કરી શકાશે. સાથે જ એ પણ જાણ થઇ શકશે કે ટકરાવાથી દિશા બદલે છે કે નહીં. આ સિવાય ટક્કર દરમિયાન એસ્ટેરૉયડના વાતાવરણ, ધાતુ, ધૂળ, માટી સહિતનું પણ અધ્યયન કરવામાં આવશે

નાસાના નિવેદન અનુસાર, આ મિશનનું નામ છે ડબલ એસ્ટેરૉયડ રીડાયરેક્શન ટેસ્ટ. જે ટેક્નોલોજીના ઉપયોગથી આ કામ કરી શકાશે, તેને કાઇનેટિક ઇમ્પેક્ટર ટેક્નીક કહેવામાં આવે છે. આ ટેક્નીક એટલા માટે વિકસિત કરવામાં આવી છે જેથી ધરતી તરફ આવી રહેલા એસ્ટેરૉયડથી સ્પેસક્રાફ્ટને ટકરાવીને તેની દિશા બદલી શકાશે.

જે એસ્ટેરૉયડ પર નાસા DART સ્પેસક્રાફ્ટ દ્વારા હુમલો કરવા માટે મિશન લૉન્ટ કરવાનું છે, તેનું નામ ડિડિમોસ છે.ડિડિમોસ એસ્ટેરૉયડ 2600 ફૂટ વ્યાસનું છે. આના ચોતરફ ચક્કર લગાવતા એક નાના ચંદ્ર જેવો પથ્થર પણ છે. જે 525 ફૂટ પહોળો છે. નાસા આ નાના ચંદ્રમાં જેવા પથ્થરને નિશાન બનાવશે. જે ડિડિમોસથી ટકરાશે. ત્યારબાદ બન્નેની ગતિમાં થતા ફેરફારનું અધ્યયન ધરતી પર હાજર ટેલિસ્કોપથી કરવામાં આવશે.

 

 

(11:09 pm IST)