Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

ખેડૂત આંદોલન હજુ પણ ચાલુ રહેશે : ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીની ધરપકડ મુખ્ય મુદ્દો : રાકેશ ટિકૈત

કિસાન મહાપંચાયતમાં રાકેશ ટિકૈતે કહ્યું કે તમે હત્યારાને હીરો બનાવવા માંગો છો. ખેડૂતોના હત્યારા આગ્રા જેલમાં જશે સરકારે કૃષિ કાયદા પરત કરતાં ખેડૂતોમાં ભાગલા પાડવાનું કામ કર્યું

નવી દિલ્હી :ખેડૂત નેતા રાકેશ ટિકૈત સોમવારે લખનૌના બાંગ્લા બજારના ઈકો ગાર્ડનમાં કિસાન મહાપંચાયતને સંબોધિત કરી હતી.

રાકેશ ટિકૈત કિસાન મહાપંચાયતને સંબોધતા સ્પષ્ટ કર્યું હતું કે, ખેડૂતો હજુ પણઆંદોલનને સ્થગિત કરવાના મૂડમાં નથીય તેમણે કહ્યું કે, આખો દેશ ખાનગી બજાર બનવા જઈ રહ્યો છે. અમે સંઘર્ષને રોકવાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. આ આંદોલન હજુ પણ ચાલુ જ રહેશે

રાકેશ ટિકૈતે આંદોલનને શાંતિપૂર્ણ રીતે આગળ ધપાવવા અપીલ કરી હતી. અને કહ્યું હતું કે, ખેડૂતોના આંદોલનના તમામ કાર્યક્રમો ચાલુ રહેશે. આ આંદોલનની સુંદરતા એ છે કે, કોઈ ધ્વજ સામે કોઈ વાંધો નથી. તેમણે આગળ કહ્યું કે, આ ચળવળની સુંદરતા રંગબેરંગી ઝંડા છે. આ બધાના મુદ્દા સરખા છે. અમારી પાસે ઘણા મુદ્દા છે. જેના પર સરકાર ધ્યાન નથી આપી રહી. તેઓ ખેડૂતની ખેતીનું ખાનગીકરણ કરી રહ્યાં છએ. તેઓ ગામડાની સોસોયટીની જમીન વેચશે. રાકેશ ટિકૈતે કહ્યું કે આવનારા સમયમાં આ આંદોલન દેશભરમાં ચાલશે. દેશની જનતા સરકારથી નારાજ છે.

તેમણે કહ્યું કે ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીની ધરપકડ અમારો મુખ્ય મુદ્દો છે. ટેનીએ સુગર મિલનું ઉદ્ઘાટન કર્યું તો મિલની શેરડી ડીએમ ઓફિસમાં જશે. સરકાર પર પ્રહાર કરતા રાકેશ ટિકૈતે કહ્યું કે તમે હત્યારાને હીરો બનાવવા માંગો છો. ખેડૂતોના હત્યારા આગ્રા જેલમાં જશે. તેમણે કહ્યું કે પીએમ મોદી ખૂબ જ મીઠી વાત કરે છે. તેઓએ માફી ન માંગવી જોઈએ પરંતુ અમારા મુદ્દાઓ પર કડક વાત કરવી જોઈએ. દિલ્હીવાસીઓની ભાષા અલગ હતી. આ કાયદાઓના ગેરફાયદાને સમજાવવામાં અમને 12 મહિના લાગ્યા.

રાકેશ ટિકૈતે આડે હાથ લેતા કહ્યું કે, કૃષિ કાયદા પરત કરવાની જાહેરાત કર્યા પછી પણ ખેડૂતોમાં ભાગલા પાડવાનું કામ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને કહ્યું કે અમે કેટલાક લોકોને મનાવી શક્યા નથી. દેશવાસીઓની માફી માંગીએ. તેમણે કહ્યું કે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) અંગે કાયદો બનાવવામાં આવશે ત્યારે માફી મળશે. તેઓ કમિટી બનાવવા અંગે જુઠ્ઠુ બોલે છે. તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે તમે MSP અંગે કાયદો બનાવશો કે નહીં?રાકેશ ટિકૈતે એમ પણ કહ્યું કે અમારે નવી કમિટી નથી જોઈતી. નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એમએસપી અંગે મનમોહન સિંહ સરકારના સમયમાં રચાયેલી સમિતિની ભલામણને લાગુ કરો.

(8:09 pm IST)