Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

હવે મુમતાઝ-શાહજહાં ૨૧મી સદીમાં પણ !

પતિએ પત્નિને આપી એવી અમૂલ્ય ભેટ કે તમે પણ કહી ઉઠશો વાહ તાજમધ્યપ્રદેશના બુરહાનપુરમાં એક શખ્સે પોતાની પત્નિને તાજમહેલની જેમ જ દેખાતું એક ઘર ગિફ્ટમાં આપ્યું છેઃ એ પણ એક અસલી તાજમહેલની જેમ જ દેખાતું ૪ બેડરૂમવાળું એક આલિશાન ઘર

ભોપાલ, તા.૨૨: મધ્યપ્રદેશના બુરહાનપુરમાં એક શખ્સે પોતાની પત્નીને તાજમહેલની જેમ જ દેખાતું એક ઘર ગિફ્ટમાં આપ્યું છે. એ પણ એક અસલી તાજમહેલની જેમ જ દેખાતું ૪ બેડરૂમવાળું એક આલિશાન ઘર છે. આ ઘરમાં ૪ બેડરૂમ, એક રસોડું, એક લાઇબ્રેરી અને એક મેડિટેશન રૂમ છે. તમને જાણીને કદાચ નવાઇ લાગશે કે આ ઘરને બનાવવામાં ૩ વર્ષ લાગી ગયાં. આ તાજમહેલ જેવાં ઘરમાં અસલી તાજમહેલની જેમ જ મીનારા પણ છે.

આ ઘરની ફ્લોરિંગ રાજસ્થાનના મકરાના અને ફર્નીચર મુંબઇના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં આ ઘરની અંદર અને બહાર એ પ્રકારે લાઇટિંગ કરવામાં આવ્યું છે કે રાત્રિના અંધારામાં પણ આ ઘર બિલકુલ અસલી તાજમહેલની જેમ જ ચમકતું જોવા મળે છે.

હકીકતમાં, બુરહાનપુરના રહેવાસી આનંદ ચોકસેને હંમેશા એક વાતની ઇચ્છા રહેતી હતી કે વિશ્વભરમાં પ્રેમની નિશાની તરીકે પ્રસિદ્ઘ તાજમહેલ તેમના શહેર બુરહાનપુરમાં કેમ નહીં. તમને જણાવી દઇએ કે, મુગલ ઇતિહાસમાં આ વાતની રજૂઆત કરવામાં આવી છે કે, શાહજહાંની બેગમ મુમતાઝનું મોત બુરહાનપુરમાં થયું હતું અને શાહજહાંએ તાજમહેલ બનાવવા માટે તાપ્તી નદીના કિનારાને પસંદ કર્યો હતો. જો કે, બાદમાં આગરામાં તાજમહેલ બનાવડાવ્યો હતો. હવે પોતાની આ ઇચ્છાને દૂર કરવા માટે આનંદ ચોકસેએ પોતાની પત્નીને તાજમહેલ જેવું જ એક ઘર બનાવીને ગિફ્ટ કર્યું છે.

તાજમહેલ જેવું ઘર બનાવનાર એન્જિીનયરે જણાવ્યું કે, તાજમહેલ જેવાં દ્યરના નિર્માણમાં અનેક અડચણો આવી. આવું એટલાં માટે કારણ કે, એ માટે તેઓએ અસલી તાજમહેલનું ખૂબ જ બારીકાઇથી અધ્યયન કરવું પડ્યું હતું. તાજમહેલ જેવાં ઘરમાં ડોમ ૨૯ ફૂટ ઉંચું રાખવામાં આવ્યું. જેમાં એક મોટો હોલ, ૨ બેડરૂમ નીચે, ૨ બેડરૂમ ઉપર છે. એક રસોડું, એક લાઇબ્રેરી અને એક મેડિટેશન રૂમ પણ આમાં બનાવવામાં આવ્યાં છે. ઘરની અંદર કરવામાં આવેલી નકશીકામ માટે બંગાળ અને ઇન્દોરના કલાકારોની મદદ લેવામાં આવી. આ ઘરને ઇન્ડિયન કન્સ્ટ્રકિટંગ અલ્ટ્રાટેક આઉટ સ્ટેન્ડિંગ સ્ટ્રકચર ઓફ એમપીનો એવોર્ડ મળી ચૂકયો છે.

(4:49 pm IST)