Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

ઉન્મુકત કી દુલ્હનિયા બનતી સિમરન

નવીદિલ્હીઃ હાલ લગ્નની સિઝન ચાલી રહી છે.  આ સિઝનમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે પણ સાત ફેરા લઈને લગ્ન જીવનની શરૂઆત કરી છે.  આ ક્રિકેટરે પોતાની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાને ICC અંડર ૧૯ વર્લ્ડ કપ જીતાડ્યો છે. હા, ટીમ ઈન્ડિયાને અંડર-૧૯ની ચેમ્પિયન બનાવનારો ખેલાડી અન્ય કોઈ નહી પણ ઉન્મુકત ચંદ છે.  પૂર્વ કેપ્ટનના લગ્નની તસવીર સામે આવી છે, જેમાં સાત ફેરા જોવા મળી રહ્યા છે.  ઉન્મુકત ચંદે  સિમરન ખોસલા સાથે લગ્ન કર્યા હતા.  ખાસ વાત એ છે કે આ લગ્ન પ્રેમ લગ્ન છે.  આ લગ્ન સમારોહમાં માત્ર તેના સંબંધીઓ અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા.  ઉન્મુકત કી દુલ્હનિયા સિમરન વ્યવસાયે ફિટનેસ અને સ્પોર્ટ્સ ન્યુટ્રીશન કોચ છે.

(4:48 pm IST)